સ્ટેજ ઉપર તાડૂક્યો રાહુલ બાબા, ફરી તમાશો થયો.. જુઓ વિડીયો 

Rahul Gandhi seen pushing down party worker's phone, BJP slams video

News Continuous Bureau | Mumbai

હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુસ્સામાં એક પ્રશંસકનો ફોન નીચે ધકેલતા જોવા મળે છે. જે તેમની સાથે સેલ્ફી લેવા માંગતો હતો.

આ વીડિયો રાજસ્થાનનો હોવાનું કહેવાય છે, જે 21 ડિસેમ્બરની સવારે શૂટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં લાઉડ મ્યુઝિક સંભળાય છે અને રાહુલ સ્ટેજ પર તેમના સમર્થકોથી ઘેરાયેલા છે.

વાસ્તવમાં, રાજસ્થાનના અલવર નજીક હરિયાણા બોર્ડર ઉપર ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક કાર્યકર રાહુલ ગાંધી પાસે જઈને મોબાઈલમાંથી સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા રાહુલ ગાંધી નારાજ થયાં હતા અને તેને સેલ્ફી લેતા અટકાવ્યો હતો. રાહુલ ગાંધીને ગુસ્સામાં જોઈને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પણ ચોંકી ઉઠ્યાં હતા.

આ સમાચાર પણ વાંચો: Mumbai News : શું તમે જાણો છો કે મુંબઈમાં દરરોજ કેટલા બાળકોનો જન્મ થાય છે?

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *