Railway News : ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને ઓખા-પુરી એક્સપ્રેસ પુનઃસ્થાપિત

Railway News : રદ કરાયેલી ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેનોને ડાયવર્ટ રૂટ સાથે પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.

by kalpana Verat
Railway News Gandhidham-Visakhapatnam Express and Okha-Puri Express restored

News Continuous Bureau | Mumbai

Railway News :  રેલ પ્રસાશન દ્વારા ઉનાળાની ઋતુના દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દક્ષિણ મધ્ય રેલ્વે સિકંદરાબાદ મંડળ ના મહબૂબાબાદ સ્ટેશન પર ત્રીજી લાઇનના કામ માટે બ્લોક ને કારણે અગાઉ સૂચિત રદ કરાયેલી ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેનોને ડાયવર્ટ રૂટ સાથે પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે:

Railway News :  પરિવર્તિત માર્ગ થી ચાલનારી ટ્રેનો

1. 25 મે અને 22 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 20804 ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને 22 મે અને 19 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 20803 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ વિશાખાપટ્ટનમ-વિજયવાડા-બલ્લારશાહ -બડનેરા ને બદલે પરિવર્તિત માર્ગ વાયા લખોલી-રાયપુર-નાગપુર-બડનેરા ના રસ્તે ચાલશે.

2. 28 મે અને 18 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 20820 ઓખા-પુરી એક્સપ્રેસ અને 25 મે અને 15 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 20819 પુરી-ઓખા એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ખુર્દા રોડ-વિશાખાપટ્ટનમ-વિજયવાડા-બલ્લારશાહ -બડનેરા ના બદલે પરિવર્તિત માર્ગ વાયા લખોલી-રાયપુર-નાગપુર-બડનેરા ના રસ્તે ચાલશે.

આ સમાચાર પણ વાંચો :  Gujarat Karmayogi Swastha Suraksha Yojana : ગુજરાતના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને કેબિનેટની બહાલી

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More