News Continuous Bureau | Mumbai
Railway News : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 16 જુલાઈ 2025 થી ટ્રેન સંખ્યા 20959/20960 વલસાડ-વડનગર-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસને આંબલિયાસન સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે વધારાનું સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે તથા મહેસાણા અને વિસનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાન ના સમયમાં આંશિક સુધારો કરવામાં આવ્યો છે. જેનું વિગતો નીચે મુજબ છે
- 16 જુલાઈ 2025થી ટ્રેન સંખ્યા 20959 વલસાડ-વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ આંબલિયાસન સ્ટેશન પર 11.47 કલાકે આગમન અને 11.49 કલાકે પ્રસ્થાન કરશે તથા મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 12.04/12.06 ના સ્થાને 12.12/12.14 કલાકે અને વિસનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 12.20/12.22 ના સ્થાને 12.28/12.30 કલાકનો રહેશે.
- 16 જુલાઇ 2025થી ટ્રેન સંખ્યા 20960 વડનગર-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ આંબલિયાસન સ્ટેશન પર 17.48 કલાકે આગમન અને 17.50 કલાકે પ્રસ્થાન કરશે
ટ્રેનોના સ્ટોપજ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે
આ સમાચાર પણ વાંચો : Surat Metro Road :ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને સુરત શહેરમાં મેટ્રોને સમાંતર માર્ગોનું ઝડપી સમારકામ હાથ ધર્યું, રોડ પરથી ૪૭૭ ખાડા દૂર કરાયા
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.