News Continuous Bureau | Mumbai
Railway News : ઉત્તર પૂર્વ રેલ્વેના કુસ્મી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇનના નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 25 એપ્રિલની પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ રૂટ ડાયવર્ટ કરવામાં આવશે. વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
25મી એપ્રિલ, 2025ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા લખનૌ-બારાબંકી-ગોંડા-ગોરખપુર-પાનીહાવા-નરકટિયાગંજ-મુઝફ્ફરપુર ને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ-મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ-વારાણસી-ઓંડીહાર-છાપરા-મુઝફ્ફરપુર થઈને જશે.
રૂટ ફેરફારને કારણે આ ટ્રેન ગોંડા, ગોરખપુર, સિસ્વા બજાર, બગાહા, નરકટિયાગંજ, બેતિયા, સાંગલી, બાપુધામ મોતિહારી, ચકિયા અને મેહસી સ્ટેશનો પર નહીં જાય.
આ સમાચાર પણ વાંચો : Mumbai Water cut : મુંબઈગરાઓ પાણી સાચવીને વાપરજો; આ વિસ્તારમાં 24 કલાક રહેશે પાણી કાપ.. જાણો કારણ
વધુ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.