News Continuous Bureau | Mumbai
Railway News : ઉત્તર પૂર્વ રેલવે ના ગોંડા-બારાબંકી સેક્સનમાં ત્રીજી લાઇન કમિશનિંગ ના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
Railway News : આંશિક રદ કરાયેલી ટ્રેન
• 26 જૂન અને 03 જુલાઇ 2025ની ટ્રેન સંખ્યા 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ ગોમતી નગર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા ગોમતીનગર-ગોરખપુર વચ્ચે આંશિક નિરસ્ત રહેશે.
• 28 જૂન અને 05 જુલાઇ 2025ની ટ્રેન સંખ્યા 19410 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ગોમતીનગર થી ઓરિજીનેટ થશે તથા ગોરખપુર-ગોમતીનગર વચ્ચે આંશિક નિરસ્ત રહેશે.
આ સમાચાર પણ વાંચો : Sardar Sarovar Dam : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ
Railway News : ડાયવર્ટ કરેલી ટ્રેન
• 28 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બારાબંકી-ગોંડા-મનકાપુર ના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા બારાબંકી-અયોધ્યા કેંટ-મનકાપુર ના રસ્તે ચાલશે.
ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ, અને સંરચના સંબંધિત વિસ્તૃત જાણકારી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.