News Continuous Bureau | Mumbai
આ વખતે ખેડા જિલ્લામાં(Kheda District) ચાલુ વર્ષે મેઘરાજાની(Rainfall) મહેર રહી છે. જેના કારણે જિલ્લામાં અત્યાર સુધીનો સરેરાસ 96.38 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ વરસાદ જિલ્લાના વડામથક નડિયાદમાં(Headquarters Nadiad) 137 ટકા જ્યારે સૌથી ઓછો ઠાસરા પંથકમાં 42 ટકા નોંધાઇ છે. જોકે સારી બાબત એ રહી કે જિલ્લાના 10 પૈકી પાંચ તાલુકામાં 100 ટકા વધુ વરસાદ થયો છે. જેના કારણે જિલ્લાના પેટાળમાં પાણીનું સ્તર(Water Level) ફુટ સુધી ઉંચુ આવ્યું છે. દર વર્ષે વરસાદના આકડામાં મોટો ફેરફાર નડિયાદ શહેરમાં પડેલા છેલ્લા છ વર્ષની સરખામણી કરીએ તો 2017માં 9 ટકા, 2018માં 7 ટકા અને 2021 માં સિઝનનો 15 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. જ્યારે 2019માં 15 ટકા, 2020માં 5 ટકા અને 2022માં 17 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
આમ નડિયાદ પંથકમાં દર વર્ષે વરસાદના આકડામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો મહત્વની વાત છેકે વર્ષ 2021માં જિલ્લાના વડામથક માં 15 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો હતો. પરંતુ 2022માં જુલાઈ માસથી જ વરસાદની શરૂઆત થઈ હતી અને સપ્ટેમ્બરના મધ્યાંતર સુધીમાં સરેરાશ કરતા 17 ટકા વધુ વરસાદ વરસતા ખેડૂતો તેમજ પશુ પાલકો(Cattle breeders) માટે રાહતના સમાચાર આવ્યા છે. નડિયાદ સહિત મહેમદાવાદ, મહુધા, માતર અને વસો પંથકમાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.
વર્ષ 2022માં જિલ્લાના વરસાદની ટકાવારી તાલુકો વરસાદ ટકામાં ગળતેશ્વર 63.38 કપડવંજ 89.77 કઠલાલ 96.87 કેડા 95.52 મહેમદાવાદ 118.12 મહુધા 106.71 માતર 107.4 નડિયાદ 137.41 ઠાસરા 42.08 વસો 102.91 કુલ 96.98 6 વર્ષ દરમિયાન નડિયાદ પંથકના વરસાદનું સરવૈયું વર્ષ વરસાદ (ઈંચ) ટકાવારી 2017 32.36 100 2018 25.32 76.46 2019 40.46 139.15 2020 45.68 136.79 2021 30 95.01 2022 47.02 137.41 પાણીના સ્તર ઉંચા આવ્યા, ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે નડિયાદ પંથકમાં સિઝનનો 137 ટકા એટલે કે 47.02 ઈંચ વરસાદ વરસી ચુક્યો છે.
સારા વરસાદને કારણે પંથકમાં અને તેની આસપાસના વિસ્તારોમાં પણ પાણીના સ્તર ઉંચા આવ્યા છે. લગભગ 2 ફુટ જેટલા પાણીના સ્તર ઊંચા આવતા મહદ અંશે પાણીની સમસ્યા દુર થશે. ગ્રામ્ય વિસ્તારોના તળાવમાં નવા નીર આવ્યા છે, જેથી ખેડૂતોને પણ ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. – કે.એસ.ડાંગી, કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠા, નડિયાદ