News Continuous Bureau | Mumbai
Rainfall: આજ વહેલી સવારથી જ વરસાદની ( Rainfall ) એન્ટ્રી થતાં રાજકોટ ( Rajkot ) સહિત સૌરાષ્ટ્રમાં ( Saurashtra ) રાહત પ્રસરી છે વરસાદે લીધેલ લાંબા સમયની રજા બાદ આજે ફરી એન્ટ્રી લેતા લોકો સહિત ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. લાંબા સમયથી વરસાદે રજા રાખી હતી ત્યારબાદ આજ સવારથી જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ( Gujarat ) વરસાદે એન્ટ્રી લીધી છે લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આજ સવારથી જ રાજકોટના પડધરી સહિત અનેક ગામોમાં વરસાદની એન્ટ્રી થઈ છે. રાજકોટમાં પણ સવારથી વરસાદનું આગમન થતાં વાતાવરણ ખુશનુમા થયું છે. રાજકોટના મેટોડામાં આવેલ ખીરસરા ગામમાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.
વરસાદને કારણે ખેડૂતોમાં હરખની હેલી છલકાઈ રહી છે. અવિરત વરસાદ આવવાને કારણે સૌરાષ્ટ્રના ૧૩ ડેમો સંપૂર્ણ પણે છલકાયા છે. છેલ્લા કેટલા દિવસથી પડતી ગરમી થી લોકો કંટાળ્યા હતા ત્યારે આજે વહેલી સવારથી જ વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ગરમી તથા ઉકળામાં ઘટાડો જોવા મળ્યો છે. વડી લાંબા સમયે વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Share Market Tips : શું મિડ અને સ્મોલ કેપ શેર Bubble બની ગયા છે? સમજો બજારની હલચલ.. જાણો શું છે મિડ અને સ્મોલ કેપ શેર.. વાંચો..