News Continuous Bureau | Mumbai
લાંબા અંતરની ટ્રેનોમાં(Long distance trains) પ્રવાસીઓના મોબાઈલ(Tourist's mobile) અને લેપટોપ ચોરીને(Laptop theft) આતંક મચાવનારો રીઢો ચોર આખરે પોલીસને હાથે ચડ્યો છે. છત્તીસગઢના(Chhattisgarh) રાયપુરની(Raipur) રેલવે પ્રોટેક્શન ફોર્સ( RPF) અને જીઆરપી પોલીસે(GRP police) આરોપીને સીસીટીવી ફૂટેજની(CCTV footage) મદદથી શોધીને પકડી પાડ્યો હતો. તેની પાસેથી 66,480 રૂપિયાની કિંમતના લેપટોપ અને મોબાઈલ જપ્ત કર્યા હતા.
RPF પોલીસના જણાવ્યા મુજબ પાંચ જુલાઈના 23 વર્ષના એક પ્રવાસી મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેની લેપટોપવાળી કાળી બેગ ચોરી થઈ ગઈ હતી. એ અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ એક પ્રવાસીનો ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ ચોરાઈ(Mobile theft) ગયો હતો. છત્તીસગઢના રાયપુરની દુર્ગ પોલીસ(Fort Police) આ બંને કેસની તપાસ કરી રહી હતી.
આ સમાચાર પણ વાંચો : ભાજપ અને શિવસેનાના નેતાઓની ધડકન તેજ થઈ ગઈ- નવી કેબિનેટ હવે આ તારીખ પછી બનશે
તપાસ દરમિયાન રાયપુર રેલવે પોલીસ(Railway Police) સીસીટીવી ફૂટેજને બારીકાઈથી તપાસ્યા હતા. ફૂટેજમાં એક શખ્સ દુર્ગ રેલવે સ્ટેશનની(Railway station) પાસે કાર પાર્કિંગમાં(car parking) મોબાઈલ ફોન(Mobile phone) અને લેપટોપ વેચવા ગ્રાહકો શોધતો જણાયો હતો. પોલીસ તેને પકડવા ગઈ તો તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. છેવટે પોલીસે તેને પકડી પાડ્યો હતો અને તપાસ દરમિયાન તેણે પોતાનું નામ નરોત્તમ ગોસ્વામી હોવાનું અને તે મૂળ છત્તીસગઢના ગરિયાબંદનો રહેવાસી હોવાનું કહ્યું હતું. પોલીસે કડક હાથે તેની પૂછતાછ કરતા તેણે મોબાઈલ અને લેપટોપ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જેમાં તેને જેલની સજા ફટકારવામાં આવી હતી.