મહારાષ્ટ્રમાં 'અંધેર નગરી અને ગંડુ રાજા' જેવો ખેલ, રાજ ભવન કહે છે નોમિનેટેડ સભ્યોની સૂચિ મારી પાસે નથી; મુખ્ય પ્રધાનનું કાર્યાલય કહે છે કે અમે આપી ન શકીએ… જાણો વિગત શું છે ગોટાળો?
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની 12 સીટ અત્યારે ખાલી પડી છે. આ સીટ પર સદસ્યો નોમિનેટ કરવા સંદર્ભેની સ્પષ્ટતા હજી સુધી થઈ શકી નથી. આ સીટો છ મહિનાથી ખાલી પડી છે.
વાત એમ છે કે મહારાષ્ટ્ર સરકારે આ સીટ પર નોમિનેટ કરવા માટે એક યાદી રાજભવનને પાઠવી છે, પરંતુ જ્યારે મુંબઈના RTI ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ આ સંદર્ભે પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે રાજભવન દ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્ય સરકાર તરફથી સભ્યોને નોમિનેટ કરવા માટે અત્યાર સુધી કોઈ સૂચિ મળી નથી. બીજી તરફ RTI ફાઇલ કરવામાં આવી કે મુખ્ય પ્રધાન તરફથી રાજભવનને કઈ સૂચિ પાઠવવામાં આવી છે? આના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું કે આ ગુપ્ત હોવાને કારણે અમે જાહેર કરી શકીએ એમ નથી.
આમ મહારાષ્ટ્ર સરકારમાં રાજ્યપાલ કે મુખ્ય પ્રધાનના કાર્યાલય બંનેમાંથી કોઈ પણ ઑફિસ ૧૨ સભ્યોની સૂચિ આપવા તૈયાર નથી, જેઓ આવનાર સમયમાં વિધાનપરિષદમાં નિયુક્ત સભ્યો બનવાના છે.

Leave a Reply