News Continuous Bureau | Mumbai
Raj Thackeray: મહારાષ્ટ્રની રાજનીતિમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે રાજ ઠાકરેની પાર્ટી ભારતીય જનતા પાર્ટી અથવા એકનાથ શિંદે ની શિવસેના સાથે ગઠબંધન કરશે. પરંતુ આ તમામ ચર્ચાઓને વિરામ આપતા રાજ ઠાકરે એ આજે બે ઉમેદવારોની ઘોષણા કરી છે. મુંબઈ શહેરની શીવડી વિધાનસભા સીટ થી બાળા નંદગાવકર ચૂંટણી લડશે. તેમજ પંઢરપુર વિધાનસભા દિલીપ ધોત્રે ચૂંટણી લડશે. રાજ ઠાકરે એ આજે આની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને ( Maharashtra Assembly Elections ) ત્રણ મહિનાનો સમય બાકી છે ત્યારે ઉમેદવાર ( Elections Candidate ) જાહેર કરનાર મહારાષ્ટ્ર નવનિર્માણસેના ( MNS ) એ પહેલી પાર્ટી બની છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી સમયે રાજ ઠાકરે એ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું હતું તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પ્રચાર સભા પણ લીધી હતી. હવે તેઓ ‘એકલા ચાલો રે…’ નો નારો લઈ વિધાનસભા ચૂંટણીમાં આગળ વધી રહ્યા છે
આ સમાચાર પણ વાંચો: Genelia d’souza birthday: એક નેશનલ લેવલ ની ફૂટબોલર બની અભિનેત્રી, જાણો જેનેલિયા ના જન્મદિવસ પર તેના વિશે કેટલીક રસપ્રદ વાતો