184
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
કોરોનાને હરાવ્યા બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત હવે કોરોના પછીની સમસ્યાઓ સામે લડી રહ્યા છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને છાતીમાં તીવ્ર દુખાવો થવાના કારણે જયપુરના એસએમએસ હોસ્પિટલમાં લઈ જવાયા છે.
આ જાણકારી તેમણે ટ્વીટ કરીને જ આપી છે. સાથે જ તેમણે કહ્યુ કે એસએમએસ હોસ્પિટલમાં જ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે. ડૉક્ટર સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.
સીએમ ગેહલોતની તબિયત ખરાબ થવાની માહિતી મળતા જ સ્વાસ્થ્ય મંત્રી ડૉ. રઘુ શર્મા પણ એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોત ગઈ કાલે રાત્રે દિલ્હીની મુલાકાતે આવવાના હતા. પરંતુ રાત્રે નાદુરસ્ત તબિયતને કારણે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
You Might Be Interested In