News Continuous Bureau | Mumbai
Rajasthan: રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પોતાના પ્રથમ કાર્યકાળમાં ધર્માંતરણ બિલ ( Conversion Bill ) લાવ્યા હતા. આ બિલનું પૂરું નામ રાજસ્થાન ફ્રીડમ ઑફ રિલિજન બિલ 2008 હતું. આ બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં લવ જિહાદ અને ધર્મ પરિવર્તન જેવા કિસ્સાઓને રોકવા માટે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. જેને હવે 16 વર્ષ બાદ ભજનલાલ સરકાર આ બિલ પાછું લઈને આવી રહી છે. તેથી એવું નથી કે આ બિલ નાબૂદ થઈ જશે, પરંતુ વર્તમાન સરકાર આ બિલ પાછું લઈને નવું બિલ લાવવાની તૈયારી કરી રહી છે.
વસુંધરા રાજે ( Vasundhara Raje ) સરકારમાં પસાર થયેલ રાજસ્થાન ધાર્મિક સ્વતંત્રતા બિલ 2008ને ( Rajasthan Freedom of Religion Bill 2008 ) રાજ્યપાલની ભલામણ બાદ રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યું હતું. આ બિલ છેલ્લા 16 વર્ષથી રાષ્ટ્રપતિ ભવનમાં અટવાયેલું છે. રાષ્ટ્રપતિની પરવાનગી વિના આ બિલ કાયદાનું સ્વરૂપ લઈ શક્યું ન હતું અને કાયદો પણ બની શક્યો ન હતો. તેથી હવે ભજનલાલ સરકારે આ બિલ પાછું ખેંચીને નવું બિલ લાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ગૃહ વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.
Rajasthan: હાલમાં રાજસ્થાનમાં એવો કોઈ કાયદો નથી જે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકી શકે….
હાલમાં રાજસ્થાનમાં એવો કોઈ કાયદો નથી જે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકી શકે. જો કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધર્મ પરિવર્તનના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં લવ જેહાદ ( Love Jihad ) સાથે જોડાયેલા ઘણા મામલા અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. હાલમાં રાજ્ય સરકાર ( Rajasthan government ) પાસે ધર્મ પરિવર્તનને રોકવા માટે માર્ગદર્શિકા છે. આ ગાઈડલાઈનથી જ પોલીસ અને પ્રશાસન ધર્મ પરિવર્તન અને લવ જેહાદના મામલાઓ પર નજર રાખી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંલુંડના ઓટોરિક્ષા ચાલકના દિકરાએ MHT CETમાં 100 ટકા માર્કસ મેળવ્યા, વિદેશમાં એરોસ્પેસ રિસર્ચના છે સપના.
જે બિલ હાલ પેન્ડિંગ છે. તેમાં એવી જોગવાઈ હતી કે જિલ્લા કલેક્ટરની પરવાનગી વિના કોઈપણ ધર્મ પરિવર્તન થઈ શકે નહીં. ગુનેગાર માટે 5 વર્ષની જેલની જોગવાઈ પણ હતી. તેથી હવે વર્તમાન સરકાર આ બિલમાં કેટલીક નવી જોગવાઈઓ સામેલ કરવા જઈ રહી છે. ઉદાહરણ તરીકે, કોઈને લાલચ આપીને અથવા છેતરીને ધર્મ પરિવર્તનના કેસમાં 3 વર્ષ સુધીની સજા અને 25,000 રૂપિયાના દંડની જોગવાઈ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, મહિલાઓ અને અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોના ધર્મ પરિવર્તન માટે 5 વર્ષની જેલ અને 50 હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ધર્મ પરિવર્તનના એક મહિના પહેલા જિલ્લા કલેક્ટરને જાણ કરવી પણ આ બિલમાં ફરજિયાત બનાવવામાં આવી રહી છે.