News Continuous Bureau | Mumbai
રાજસ્થાનના મુખ્ય પ્રધાન(Rajasthan Chief Minister) અને કોંગ્રેસના દિગ્ગજ નેતા(Congress veteran leader) અશોક ગેહલોતે(Ashok Gehlot) ભાજપ(BJP) પર ગંભીર આરોપ કર્યા છે. બ્લેકમની તથા મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીની સરકારને(Mahavikas Aghadi Government of Maharashtra) તૂટી પડવા માટે પણ તેમણે ચોંકાવનારા નિવેદન આપ્યા છે.
જયપૂરમાં(Jaipur) કોંગ્રેસે આયોજિત કરેલા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે(occasion of Independence Day) એક કાર્યક્રમમાં અશોક ગેહલોતે ભાજપ પર એવો આરોપ કર્યો છે કે અર્ધલશ્કરી બળ(Paramilitary forces ) અને પોલીસની ટ્રકમાં(police truck) બે નંબરના પૈસા ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં(Bharatiya Janata Party office) પહોંચાડવામાં આવે છે. પોલીસ અને અર્ધલશ્કરી બળની ગાડી હોવાથી કોણ તેને રોકશે? અને કોન તેને પકડશે? ગાડીઓમાં પોલીસ અને જવાન હોવાથી લોકોને લાગે છે આ ગાડી તેમની જ છે. આ પદ્ધતિએ દેશમાં મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે.
ગોવા, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ આ રાજ્યમાં સરકાર એ કાંદા-બટાટા આપીને તૂટી પડી નથી એવા ચોંકાવનારા આરોપ પણ અશોક ગેહલોતે કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં મોટો રેલ અકસ્માત- પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે થઈ ટક્કર- દુર્ઘટનામાં આટલા મુસાફરો થયા ઇજાગ્રસ્ત
નોટબંધીને લઈને અશોક ગેહલોતે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi) અચાનક નોટ બંધી જાહેર કરી હતી. જેને વધુ જગ્યા લાગે છે તેવી 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી. 1,000ની નોટ બંધ કરીને તેમણે 2,000ની નોટ ચાલુ કરી. પૈસાનું ટ્રાન્સપોર્ટેશન(Transportation of money) કરતા સમયે 2,000 રૂપિયાની નોટ ઓછી જગ્યામાં વધુ બેસે છે તેથી નોટ બંધી કરવામાં આવી હતી એવો ગંભીર આરોપ પણ અશોક ગેહલોતે કર્યો છે.
નરેન્દ્ર મોદીનું ગુજરાત મોડેલ ફ્લોપ થયું છે. લાલકૃષ્ણ અડવાણીએ તેની શરૂઆત કરી હતી. તેમનો આધાર લઈને તે દિલ્હી પહોંચ્યા હતા. પણ મૂળમાં ગુજરાત મોડેલ જેવું કશું નથી. તે ફક્ત માર્કેટિંગ હતું. આજે પણ ભાજપ માર્કેટિંગ પર હજારો કરોડો રૂપિયા ખર્ચે છે એવો આરોપ પણ ગેહલોતે કર્યો હતો.