News Continuous Bureau | Mumbai
Rameshwaram Cafe Blast Case: બેંગલુરુમાં રામેશ્વરમ કેફે બ્લાસ્ટમાં NIAને મોટી સફળતા મળી છે. બ્લાસ્ટ બાદ ફરાર મુખ્ય શકમંદની NIA દ્વારા બેલ્લારીમાંથી ધરપકડ કરવામાં આવી છે. હાલ આ કેસમાં તેની પૂછપરછ ચાલી રહી છે.
કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરાએ 11 માર્ચ, 2024ના રોજ આ બાબતે કહ્યું હતું કે ‘ધ રામેશ્વરમ કાફે’ ( Rameshwaram Cafe ) માં થયેલા વિસ્ફોટથી ( Cafe Blast ) સંબંધિત કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી લીધી છે અને તેને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
1 માર્ચ, 2024 ના રોજ, પૂર્વ બેંગલુરુના બ્રુકફિલ્ડ વિસ્તારમાં કેફેમાં બ્લાસ્ટ થયો હતો.
નોંધનીય છે કે, 1 માર્ચ, 2024 ના રોજ, પૂર્વ બેંગલુરુના બ્રુકફિલ્ડ વિસ્તારમાં બનેલ એક રેસ્ટોરન્ટમાં ‘ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ’ ( IED ) વડે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટને કારણે 10 લોકો ઘાયલ થયા છે. આ કેસની તપાસ હાલમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પાસે છે, જ્યારે બેંગલુરુ ( Bengaluru ) પોલીસની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ ( CCB ) તેમાં મદદ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: અમિતાભ બચ્ચનના પાડોશી બનવાની કેટલી કિંમત છે? ‘જલસા’ની બાજુમાં આવેલા બંગલાની હરાજી થશે..