News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે (Gujarat Visit) આવ્યા હતા .આ દરમીયાન વડાપ્રધાન નરેદ્ર મોદી જામનગર(Jamnagar) ખાતે રેલીને સંબોધન કર્યું હતું અને તેમણે જામનગરની પ્રશંસા કરી હતી.રવિન્દ્ર જાડેજા(Ravindra Jadeja) પણ જામનગર ના વતની હોવાને નાતે રવીન્દ્ર જાડેજાએ ટ્વિટ કરીને પીએમ મોદીનું સ્વાગત કર્યું.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ટ્વિટર પર જામનગર આવવા બદલ સ્વાગત કર્યું હતું જેને લઈને તેમણે એક યુઝરને જવાબ આપ્યો જે ખૂબ વાયરલ(Viral Tweet) થઈ રહ્યો છે.
PM મોદી સોમવારે જામનગર પહોંચ્યા હતા, રવીન્દ્ર જાડેજાનું ઘર પણ જામનગર ખાતે આવેલ છે.આવી સ્થિતિમાં પીએમ મોદીની તસવીર શેર કરતા રવિન્દ્ર જાડેજાએ લખ્યું કે મારા હોમ ટાઉન જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત છે. રવિન્દ્ર જાડેજાનું આ ટ્વીટ વાયરલ થયું હતું અને ઘણા લોકોએ આ ટ્વિટને રિટ્વિટ પણ કર્યું હતું આ દરમિયાન એક યુઝરે કોમેન્ટ કરી કે તમારા માથામાં મોદીજીનો તાર ઘુસી ગયો છે. આ ટ્વિટ પર રવિન્દ્ર જાડેજા ખૂબ સિરિયસ જોવા મળ્યા હતા અને જવાબમાં લખ્યું કે હા, સીધું કનેક્શન છે.
આ સમાચાર પણ વાંચો : શું દયાબેન ઉર્ફે દિશા વાકાણીને ગળાનું કેન્સર થયું છે- જેઠાલાલ અને સુંદર એ આપ્યું આ સ્પષ્ટીકરણ
રવિન્દ્ર જાડેજાના આ ટ્વિટથી ઘણા લોકો પ્રશંશા કરી રહ્યા હતા. આ જવાબ સાથેનું ટ્વિટ પણ ખૂબ વાયરલ થયું હતું.હાલ રવિન્દ્ર જાડેજા ઇજાને કારણે ટીમ ઇન્ડિયામાં (Team India) સામેલ નથી. રવિન્દ્ર જાડેજા ને ઇજા થવાને કારણે તે આરામ પર છે તેવામાં આ ટ્વિટ સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે