News Continuous Bureau | Mumbai
મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) સાથે બળવો કરી તેમના ગ્રુપમાં જોડાઈ ગયેલા શિવસેનાના ધારાસભ્યો(Shiv Sena MLAs) હવે એક પછી હવે શિવસેના પક્ષના(Shiv Sena party) નેતૃત્વ અને વરિષ્ઠ નેતાઓ(Senior leaders) સામેનો પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે. ધારાસભ્ય રમેશ બોરણારેએ(MLA Ramesh Bornare) ચોંકાવનારો આરોપ શિવસેનાના સિનિયર નેતા સુભાષ દેસાઈ(Subhash Desai) સામે કર્યો છે.
વૈજાપુરના(Vaijapur) ધારાસભ્ય રમેશ બોરણારાએ એવો આરોપ કર્યો છે કે તેઓ પોતાની સમસ્યા લઈને ઔરંગાબાદના(Aurangabad) પાલક મંત્રી(Guardian Minister) સુભાષ દેસાઈ પાસે ગયા હતા ત્યારે તેઓએ તેમને હોટેલમાંથી ગેટ આઉટ(Get out) કહીને બહાર કાઢી મૂક્યા હતા.
સુભાષ દેસાઈના વર્તાવથી હેરાન થઈ જતા તમારી માફક વિધાન પરિષદનો(Legislative Council) ધારાસભ્ય બન્યો નથી એક લાખ લોકોએ મને મત આપ્યો છે.જો મેં પાંચ ગામોના કામ ન કર્યા હોય તો મોઢું બતાવવાની જગ્યા બચી ના હોત એવો જવાબ પરખાવી દીધો હોવાનો દાવો રમેશ બોરનારાએ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ નાગપુર ભેગા થયા અને મુખ્યમંત્રી એકનાથ શિંદે શરદ પવારને મળવા સિલ્વર ઓક પર પહોંચી ગયા- ચર્ચાનું બજાર ગરમ
રમેશ બોરનારાએ એવો આરોપ કર્યો છે કે "હું અમારો પ્રશ્ન લઈને પાલક પ્રધાન સુભાષ દેસાઈ પાસે ગયો હતો. પાંચ ગામોની સમસ્યા હતી. 12 લાખ રૂપિયા ખર્ચ થશે કહીને મને ગેટઆઉટ કરી દેવામાં આવ્યું. આ કામ કરવાની કેવીપદ્ધતિ. મારે કોને ફરિયાદ કરવાની? મુખ્યમંત્રી અને જો પક્ષના વડા જુદા હોત તો મેં પક્ષના વડાને પાલકપ્રધાનની ફરિયાદ કરી હોત. પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી. મુખ્યમંત્રી અને પક્ષના વડા એક જ હોવાથી મારે કોની વાત કરવી? પૂછવું?
શિવસેના સામે બળવો કરીને શિંદે જૂથમાં જોડાયેલા ધારાસભ્ય રમેશ બોરણારે મંગળવારે પોતાના વિસ્તાર વૈજાપુર પહોંચ્યા હતા. હજારો કાર્યકરોએ મોટી સંખ્યામાં તેમનું અભિવાદન કર્યું હતું. શક્તિ પ્રદર્શન દરમિયાન શિવસેનાના ઘણા સ્થાનિક પદાધિકારીઓ પણ તેમાં હાજર રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.