હવે શિવસેનાના કબાડા બહાર આવવા માંડ્યા-એક નેતા એ બીજા ને કહ્યું ગેટ આઉટ- જાણો સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai 

મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) સાથે  બળવો કરી તેમના ગ્રુપમાં જોડાઈ ગયેલા શિવસેનાના ધારાસભ્યો(Shiv Sena MLAs) હવે એક પછી હવે શિવસેના પક્ષના(Shiv Sena party) નેતૃત્વ અને વરિષ્ઠ નેતાઓ(Senior leaders) સામેનો પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે. ધારાસભ્ય રમેશ બોરણારેએ(MLA Ramesh Bornare) ચોંકાવનારો આરોપ શિવસેનાના સિનિયર નેતા સુભાષ દેસાઈ(Subhash Desai) સામે કર્યો છે.

વૈજાપુરના(Vaijapur) ધારાસભ્ય રમેશ બોરણારાએ એવો આરોપ કર્યો છે કે તેઓ પોતાની સમસ્યા લઈને  ઔરંગાબાદના(Aurangabad) પાલક મંત્રી(Guardian Minister) સુભાષ દેસાઈ પાસે ગયા હતા ત્યારે તેઓએ તેમને હોટેલમાંથી ગેટ આઉટ(Get out) કહીને બહાર કાઢી મૂક્યા હતા.

સુભાષ દેસાઈના વર્તાવથી હેરાન થઈ જતા  તમારી માફક વિધાન પરિષદનો(Legislative Council) ધારાસભ્ય બન્યો નથી એક લાખ લોકોએ મને મત આપ્યો છે.જો મેં પાંચ ગામોના કામ ન કર્યા હોય તો મોઢું બતાવવાની જગ્યા બચી ના હોત એવો જવાબ પરખાવી દીધો હોવાનો  દાવો રમેશ બોરનારાએ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ નાગપુર ભેગા થયા અને મુખ્યમંત્રી એકનાથ શિંદે શરદ પવારને મળવા સિલ્વર ઓક પર પહોંચી ગયા- ચર્ચાનું બજાર ગરમ

રમેશ બોરનારાએ એવો આરોપ કર્યો છે કે "હું અમારો પ્રશ્ન લઈને પાલક પ્રધાન સુભાષ દેસાઈ પાસે ગયો હતો. પાંચ ગામોની સમસ્યા હતી. 12 લાખ રૂપિયા ખર્ચ થશે કહીને મને ગેટઆઉટ કરી દેવામાં આવ્યું. આ કામ કરવાની કેવીપદ્ધતિ. મારે કોને ફરિયાદ કરવાની? મુખ્યમંત્રી અને જો પક્ષના વડા જુદા હોત તો મેં પક્ષના વડાને પાલકપ્રધાનની ફરિયાદ કરી હોત. પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી. મુખ્યમંત્રી અને પક્ષના વડા એક જ હોવાથી મારે કોની વાત કરવી? પૂછવું? 

શિવસેના સામે બળવો કરીને શિંદે જૂથમાં જોડાયેલા ધારાસભ્ય રમેશ બોરણારે મંગળવારે પોતાના વિસ્તાર વૈજાપુર પહોંચ્યા હતા. હજારો કાર્યકરોએ મોટી સંખ્યામાં તેમનું અભિવાદન કર્યું હતું. શક્તિ પ્રદર્શન દરમિયાન શિવસેનાના ઘણા સ્થાનિક પદાધિકારીઓ પણ તેમાં હાજર રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!