167
Join Our WhatsApp Community
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ઓસરવાથી સરકાર દ્વારા એક પછી એક નિયંત્રણો હટાવવામાં આવી રહ્યાં છે.
જોકે વેપારીઓ માટે 31 જુલાઈ પહેલા વેક્સિન મેળવવાનો પ્રશ્ન વિકટ બની ગયો હતો. કારણ કે શહેરમાં વેક્સિનની અછતના કારણે ઘણાને વેક્સિન મળી નથી.
આ મુદ્દાને ધ્યાને લઈને આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વેપારીઓને 31 જુલાઇ સુધીમાં ફરજીયાત વેક્સિન લેવાના જાહેરનામાંને હટાવી દીધું છે.
એટલું જ નહીં હવે એમ પણ જાહેર કરાયું છે કે કોઈ દુકાનદાર – ફેરિયા વગેરેએ રસી નહીં લીધી હોય તો તેના વેપાર – ધંધા પોલીસ બંધ નહીં કરાવે, બલ્કે એને લગતું કોઈ ચેકિંગ પણ કરવામાં નહીં આવે!
સાથે જ તેમણે લોકોને કોરોના વાયરસના સંક્રમણમાં સ્વસ્થ અને સુરક્ષિત રહેવા જાહેર સ્થળોએ ફરજીયાત માસ્ક પહેરવાની અપીલ કરી છે.
અફઘાનિસ્તાનથી માત્ર સૈનિકો નહીં, દુભાષિયાઓ ને પણ અમેરિકા લઇ જઇ રહ્યું છે. જાણો રસપ્રદ વિગત
You Might Be Interested In