ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 20 એપ્રિલ 2021.
મંગળવાર.
'રેમડેસિવિર ઇન્જેક્શન એ કંઈ મેજિક બુલેટ નથી, કે નથી કોઈ કોઈ જાદુઈ દવા, કે જેનાથી કોરોનાનો મૃત્યુદર ઘટાડી શકાય.' આવું દઢ પણે માનવું છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(AIIMS) દિલ્હીના ડાયરેક્ટર ડોક્ટર રંદીપ ગુલેરિયાનુ.
મીડિયા સાથે થયેલી વાતચીત મુજબ એન્ટી વાયરલ ડ્રગ રેમડેસિવિર ના ઉપયોગ પર પ્રકાશ પાડતાં ડોક્ટર સંદીપ જણાવે છે કે, આપણે રેમડેસિવિર ઇન્જેક્શન નો ઉપયોગ કરી શકીએ કારણ કે આપણી પાસે બીજું કોઈ એન્ટીવાયરલ drug નથી. આ ઇન્જેક્શન asymptomatic દર્દી અથવા જેને કોરોનાના નજીવા લક્ષણ હોય તેવા દર્દીઓને આપવું વ્યર્થ છે. તેઓ જણાવે છે કે, આ ઇન્જેક્શન તેવા જ દર્દીઓને આપવું જોઈએ કે જે લોકો હોસ્પિટલમાં દાખલ હોય, જેને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય. અથવા જે દર્દીઓના સીટીસ્કેન અથવા ચેસ્ટ રિપોર્ટમાં કોરોના ને લીધે ગંભીર અસર વર્તાતી હોય.
ઉલ્લેખનીય છે કે, ડોક્ટર રંદીપની વાતને સમર્થન આપતા નીતિ આયોગ ના એક અધ્યક્ષ પણ જણાવે છે કે, એક અભ્યાસ મુજબ રેમડેસિવિર ઇન્જેક્શન ની અસરથી કોરોના દર્દીના મૃત્યુદરને ઘટાડી શકાય નહીં.