ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાની પરિસ્થિતિ થાળે પડી રહી છે અને જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ રહ્યું છે.
શિક્ષણપ્રધાન દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધોરણ 6 અને 8ના વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે આગામી 2 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થશે.
જોકે શાળા શરુ કરતી વખતે બાળકોના સ્વાસ્થ્ય અંગે ખાસ તકેદારી રાખવામાં આવશે તેમજ કોરોનાની ગાઈડ લાઈનનું તમામ શાળાઓએ અનુસરણ કરવાનું રહેશે.
આ સાથે ઓનલાઈન પણ શિક્ષણ ચાલુ રહેશે. સરકાર તરફથી સૂચનાઓનો સરકારી અને ખાનગી શાળાઓએ અમલ કરવાનું રહેશે.
શિક્ષક સર્વેક્ષણમાં જેટલા શિક્ષકોએ ભાગ લીધો તે બદલ શિક્ષણપ્રધાને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે આ સર્વેક્ષણમાં 38 ટકા શિક્ષકો હાજર રહ્યા હતા.