ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧3 જુલાઈ ૨૦૨૧
મંગળવાર
મહારાષ્ટ્રના મંત્રાલયમાંથી ઝોટિંગ કમિટીનો રિપૉર્ટ ગુમ થયો હોવાના અહેવાલ આવ્યા છે. ભોસરી MIDC જમીનકૌભાંડની તપાસ માટે તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ દિનકર ઝોટિંગની અધ્યક્ષતાવાળી સમિતિની નિમણૂક કરી હતી. જૂન ૨૦૧૭માં આ સમિતિનો અહેવાલ તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સુપરત કરાયો હતો. રિપૉર્ટને વારંવાર ગૃહમાં રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ રિપૉર્ટ ગૃહમાં રજૂ કરાયો ન હતો.
હવે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મુખ્ય સચિવને એ શોધવા જણાવ્યું હતું. એ સમયે અધિકારીએ નાયબ મુખ્ય પ્રધાનને જાણ કરી હતી કે રિપૉર્ટ ક્યાંય મળતો નથી, તો એકનાથ ખડસેની તપાસ માટે નિમાયેલી ઝોટિંગ કમિટીનો રિપૉર્ટ ક્યાં ગાયબ થઈ ગયો એવો સવાલ ઊભો થાય છે. હાલમાં ભાજપ છોડીને NCPમાં જોડાયેલા એકનાથ ખડસે EDના પણ રડાર પર છે.
અરે વાહ… આ વખતે ગાંધી માર્કેટ માં પાણી ભરાયું નહીં. પાલીકા નો આ કિમયો કામ કરી ગયો… જાણો વિગત…
હકીકતે જ્યારે વર્ષ ૨૦૧૪ દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપની સત્તા હતી ત્યારે એકનાથ ખડસેને મહેસૂલ સહિત બીજા ખાતાઓની પણ જવાબદારી સોંપવામાં આવી હતી. વર્ષ ૨૦૧૬માં એકનાથ ખડસે પર આરોપ હતો કે તેમણે મહેસૂલપ્રધાન હતા ત્યારે તેમના પદનો દુરુપયોગ કર્યો હતો અને આ પ્રકરણ સામે આવતાં ખડસેએ તમામ પ્રધાનપદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યાર બાદ તત્કાલીન મુખ્ય પ્રધાને ઝોટિંગ કમિટી બનાવી હતી. આ અહેવાલમાં ખડસે વિરુદ્ધ થયેલી તપાસની વિગતો હતી, જે હવે ગાયબ થઈ ગઈ છે.
Join Our WhatsApp Community