શાબ્બાશ!!! બહારગામની ટ્રેનોમાં રાતના પ્રવાસીઓની બેગ ચોરી જનારી ટોળકીને RPF પકડી પાડી. CCTV સર્વેલન્સથી સુરતથી ઝબ્બે કર્યા જાણો વિગત,

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,20 જાન્યુઆરી 2022    

ગુરુવાર.

બહારગામની ટ્રેનોમાં ખાસ કરીને સુરત સ્ટેશનની આસપાસના સ્ટેશન વચ્ચે રાતના ટ્રેનમાં સુઈ ગયેલા પ્રવાસીઓની બેગ ચોરી જનારી ટોળકીનો રેલવે પ્રોટેકશન ફોર્સે(RPF) પર્દાફાશ કર્યો છે. RPF એ આ ગેંગને સુરત સ્ટેશનથી પકડી પાડી હતી અને તેમની પાસેથી માલ-સામાન જપ્ત કર્યો હતો. વેસ્ટર્ન રેલ્વેના રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની  ટીમે CCTV સર્વેલન્સની મદદથી આ ટોળકીને પકડી પાડી હતી. 

પશ્ચિમ રેલવેએ બહાર પાડેલી પ્રેસ રિલીઝ મુજબ એલર્ટ RPF ટીમે ઈન્ટર ડિવિઝનલ ગેંગ જે ટ્રેનોમાં પ્રવાસ કરતા પ્રવાસીઓના રાતના સમયે બેગ ચોરી જતી હતી, તેના આરોપીઓને પકડી પાડયા હતા. લાંબા સમયથી સુરત સ્ટેશનની આજુબાજુ સ્ટેશનો દરમિયાન રાતના સમયે પ્રવાસીઓ સુતા હોય ત્યારે તેમની બેગ અને કિંમતી સામાન ચોરાઈ જવાની ફરિયાદો આવી રહી હતી. તેની તપાસ માટે RPF સુરત પોસ્ટ અને CIB સુરતની સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી. આ  ટીમે સીસીટીવી ફૂટેજનું સંપૂર્ણ વિશ્લેષણ કર્યું અને એક શંકાસ્પદ આરોપીઓની ઓળખ કરી હતી.

શંકાસ્પદ વ્યક્તિ પર સતત દેખરેખ બાદ 17મી જાન્યુઆરી, 2022 ના રોજ સુરત સ્ટેશન પરથી તેમને શોધી કાઢવામાં આવ્યા હતા. ચોર બેગની ચોરી કરવાનો પ્રયાસ કરતા સમયે રંગે હાથે ઝડપાયો હતો. બાદમાં તેનો સાથીદાર પણ ટીમના હાથે ઝડપાઈ ગયો હતો.

આ શિયાળો છે કે પછી ચોમાસુ? હવામાન વિભાગની ભારે પવન અને માવઠાની આગાહી વચ્ચે ગુજરાતના માછીમારોને દરિયો ખેડવા નહીં જવા સૂચના 

બંને શકમંદો સુરતના પાંડેસરાના રહેવાસી છે. બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ્યો હતો અને શકમંદો પાસેથી ચાર ટ્રોલી બેગ મળી આવી હતી, જેમાં  50,000 રૂપિયાની  રોકડ, એક સોનાની ચેઇન જેની કિંમત  40,000 રૂપિયા, એક ગ્રામનો એક સોનાનો સિક્કો, ચાંદીના ઘરેણાં અને કપડાં વગેરે મળીને અંદાજિત 1,05,000નો માલ સામાન જપ્ત કર્યો હતો. 

આ ટોળકી ઉપરાંત અન્ય એક ચોરીનો આરોપી સંતોષ નામના આરોપીનીની સુરતા વરાછા સ્ટેશનથી ધરપકડ કરી હતી. આ ચોરટો ટ્રેનનં. 12956 જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસના B5 કોચમાંથી પર્સ ચોરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્યારે ટીમે તેને પકડી પાડયો હતો.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment