News Continuous Bureau | Mumbai
અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના વખાણ કરતા કેન્દ્રીય સમાજ કલ્યાણ પ્રધાન રામદાસ આઠવલે(Ramdas Athwale) થાકતા નહોતા. પરંતુ થોડા દિવસથી તેમના તેવર બદલાઈ ગયેલા દેખાઈ રહ્યા છે, તેના પરથી તેઓ ભાજપ (BJP)સાથે છેડો ફાડવાની તૈયારીમાં હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
થોડા દિવસથી રામદાસ આઠવલે (Ramdas Athwale) સતત રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP)ના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)અને એમએનએસ(MNS)ના પ્રમુખ રાજ ઠાકરે(Raj Thackeray)ના વખાણ કરતા જોવા મળ્યા છે. મીડિયામાં આવી રહેલા અહેવાલ મુજબ સંઘના એક અગ્રણી નેતા સાથે આઠવલેનો વિવાદ ચાલી રહ્યો છે. એ સાથે જ રાજ્યો અને સ્થાનિક ચૂંટણીમાં સત્તામાં ભાગીદારી મળતી ન હોવાને કારણે તેમના પાર્ટીના નેતા તેમના પર દબાણ લાવી રહ્યા હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : શોકિંગ!! મહારાષ્ટ્રના આ પ્રધાનના પીએ પર થયો ગોળીબાર.. જાણો વિગતે
આઠવલેએ એનડીએમાં જોડાવવા દરમિયાન સ્થાનિક ચૂંટણી અને રાજ્ય અને કેન્દ્ર સરકારમાં હિસ્સો માગ્યો હતો. મુંબઈ મહાનગરપાલિકાની છેલ્લી ચૂંટણીમાં પણ ભાજપે તેમના પક્ષને એવી સીટની ટિકિટ આપી હતી કે તેમનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નહોતો. મહારાષ્ટ્રની વિધાનસભામાં અને વિધાનપરિષદમાં પણ તેમના પક્ષનો કોઈ સભ્ય નથી. આઠવલે ઉત્તર પ્રદેશમાં પણ હિસ્સેદારી માગી હતી. પરંતુ તેમની સતત અવગણના થઈ રહી હોવાનું તેમને લાગી રહ્યું છે. તેથી તેઓ ભાજપ સાથે દૂરી બનાવી રહ્યા હોવાનું કહેવાય છે.
મહારાષ્ટ્રમાં રામદાસ આઠવલે દલિત વર્ગના આક્રમક નેતા કહેવાય છે. તેઓ અગાઉ શરદ પવારની નજીક ગણાતા હતા. એટલું જ નહીં પણ કોંગ્રેસની નેતૃત્વવાળી યૂપીએ સરકારનો પણ તેઓ ભાગ રહી ચૂક્યા છે. પંરતુ કોંગ્રેસ નબળી થવાની સાથે જ તેમણે તેની સાથે છેડો ફાડી દીધો હતો અને પોતાની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા(એ)ને એનડીએ સાથે જોડી દીધી હતી. ભાજપે આઠવલેને રાજ્યસભાના સભ્ય બનાવ્યા છે. તેમજ વડા પ્રધાન મોદીએ તેમને મંત્રી પદ પણ આપ્યું છે.