ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ડિસેમ્બર 2021
મંગળવાર.
ઉત્તરપ્રદેશના કાનપુરના પાનમસાલા અને અત્તરના કારોબારી પિયુષ જૈનના ઘરેથી મળેલી રોકડ રકમ અને સોનુ ચાંદી હાલ આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ગત સપ્તાહે પિયુષ જૈનના ઘરે જીએસટી અને આવકવેરા વિભાગની ટીમોએ દરોડો પાડીને 232 કરોડની રોકડ રકમ કબજે કરી હતી. આ ચલણી નોટો ગણવામાં તો બેન્કના મશિનો પણ ગરમ થઈને ખોટકાઈ ગયા હતા. આ સાથે જ પિયુષ જૈનના ઘરેથી અધધ..64 કિલો સોનું મળી આવ્યું છે. વર્ષ 2018માં ભારતના ગોલ્ડ માર્કેટને ટ્રાન્સફોર્મિંગ NITI આયોગના રિપોર્ટ અનુસાર, ભારતમાં માથાદીઠ સોનાનો વપરાશ માત્ર 0.51 ગ્રામ જેટલો છે. એ પ્રમાણે જોવામાં આવે તો ભારતના 1.25 લાખ લોકો જેટલુ સોનુ તો માત્ર પિષુય જૈન પાસેથી મળી આવ્યું છે.
15 થી 18 વર્ષના તરુણોનું વેક્સિનેશન: ID કાર્ડથી રેજિસ્ટ્રેશન, કોવિન પર સ્લોટ બુકિંગ, જાણો બાળકોની રસી અંગે મહત્વની વાતો
GST ઈન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ જનરલે સોમવારે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે પિયુષ જૈનના ઘરેથી અત્યાર સુધીમાં 64 કિલો સોનું મળી આવ્યું છે. તેની બજાર કિંમત લગભગ ₹32 કરોડ છે. આ ઉપરાંત 250 કિલો ચાંદી અને 600 લિટર ચંદનનુ તેલ પણ મળી આવ્યુ છે. આ માલમત્તા તેણે ઘરની દિવાલો, સિલિંગ, કબાટો તેમજ ભોંયરામાં છુપાવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જીએસટી વિભાગના અધિકારીઓનો દાવો છે કે, પિયુષ જૈને ઘરમાંથી મળેલી રોકડ રકમ પોતાની હોવાનુ કબુલ્યુ છે. આ રકમ તેણે માલ વેચીને ભેગી કરી હતી પરંતુ જીએસટી ચુકવ્યો નહોતો. મતલબ કે કેસ માત્ર GST ચોરી અને વિદેશમાંથી સોનું લાવવા/ખરીદવાનો છે. તેના પર 52 કરોડનો દંડ અને ટેક્સ લાયબલિટીની કલમ લગાડવામાં આવી છે.