Site icon

S.T. Corporation: ગુજરાત સરકારનો સંવેદનશીલ નિર્ણય, એસ.ટીના કર્મચારીના અવસાન પર તેનાં કુટુંબને આટલા લાખ રૂપિયાનું નાણાકીય સહાય મળશે

S.T. Corporation: એસ.ટીના કર્મચારીનું નોકરી દરમિયાન અવસાન થાય તો તેના કુટુંબને રૂ.૧૪ લાખની સહાય અપાશે

S.T. Corporation on the death of an S.T. employee, his family will get financial assistance of this much lakh rupees

S.T. Corporation on the death of an S.T. employee, his family will get financial assistance of this much lakh rupees

News Continuous Bureau | Mumbai

S.T. Corporation: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીએ એસ.ટી નિગમના કર્મયોગીઓ માટે સંવેદનશીલ નિર્ણય કર્યો છે, જે અંતર્ગત એસ.ટીના કર્મચારીનું ચાલુ નોકરી દરમિયાન અવસાન થાય તો તેના કુટુંબને રૂ.૧૪/- લાખની સહાય આપવામાં આવશે તેમ, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને પહોચાડવા માટે એસ.ટી નિગમના કર્મચારીઓ કોઈ પણ તહેવારની રજા લીધા વિના ફરજ પર હર હમેશ નિષ્ઠાથી કાર્યરત રહે છે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મયોગીને કોઈ પણ પ્રકારે અવસાન થાય થાય ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેના આશ્રિત કુટુંબને રૂ.૧૪ લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.    

Join Our WhatsApp Community

આ સહાય પહેલા એસ.ટી નિગમમાં વિવિધ સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી ચાલુ નોકરીએ અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ – ૪ના નિયમિત કર્મચારીઓના આશ્રિત કુટુંબને કર્મચારીની બાકી રહેલ નોકરીના સમયગાળાને ધ્યાનમાં લઈને રૂ.૪/-લાખ, રૂ.૫/-લાખ અને રૂ.૬/-લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં આવતી હતી. આ સિવાય એસ.ટી નિગમના નિયુકત કરાયેલા પાંચ વર્ષિય ફિકસ પગારની કરારીય સેવાના વર્ગ-૩ અને વર્ગ-૪ ના અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબને રૂ. ૪ લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં આવતી હતી. રાજ્ય સરકારના આ નિર્ણયથી નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓના તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ કે ત્યારબાદ ચાલુ નોકરી દરમ્યાન અવસાનના કિસ્સામાં સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને રૂ.૧૪/-લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવાની રહેશે, આ ઉપરાંત વિવિધ કચેરીઓ ખાતે નિયુકત કરાયેલ પાંચ વર્ષિય ફિકસ પગારની કરારીય સેવાના વર્ગ-૩ અને વર્ગ-૪ના અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબને રૂ.૧૪ લાખ ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો:  Ministry of AYUSH: આયુષ મંત્રાલયે પ્રધાનમંત્રી યોગ પુરસ્કારો 2025 માટે નામાંકનો શરૂ કરવાની કરી જાહેરાત, આ તારીખ સુધી નામાંકન સબમિટ કરી શકાશે

S.T. Corporation: અત્રે ઉલેખ્ખનીય છે કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ અને પાંચ વર્ષની  ફિક્સ કરારીય સેવામાં નિમણુંક પામેલ કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન તા. ૧૨ ઓક્ટોબર ૨૦૨૩ કે ત્યારબાદ અવસાન પામનાર વર્ગ -૩ અને વર્ગ- ૪ના ૧૫૩ કર્મચારીઓના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા  ૨૧ કરોડથી વધુની સહાય આપવામાં આવશે. જેમાં જૂની યોજના પ્રમાણે ૧૨૪ કર્મચારીઓના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા  ૫ કરોડ ૩૨ લાખની સહાય કરવામાં આવી છે અને બાકીની સહાય પણ ટુક સમયમાં આપવામાં આવશે એમ ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.        

પ્રિન્સ ચાવલા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

Raj Thackeray: મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપ: રાજ-ઉદ્ધવ ઠાકરેની માંગથી નગર નિગમની ચૂંટણીઓ પર સવાલ, શું સરકાર માનશે?
Naxalite Commander Sonu: ગઢચિરોલીમાં મોટો બનાવ: કુખ્યાત નક્સલી કમાન્ડર સોનુએ 60 સાથીઓ સાથે CM ફડણવીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ.
MNS Dabangai: ઑફિસમાં મહિલા સાથે MNS નેતાની મારપીટ: ઘટનાનો વિડીયો સામે આવતા ઉઠી આવી માંગ
Anil Ambani: ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર CBI નો ગાળિયો,CBI ના ખુલાસાથી ઉદ્યોગ જગતમાં ખળભળાટ
Exit mobile version