News Continuous Bureau | Mumbai
Express Train: પશ્ચિમ રેલવે ( Western Railway ) અમદાવાદ ડિવિઝનના સાબરમતી સ્ટેશન ( Sabarmati Station ) યાર્ડના સમારકામ અને ટ્રેકના નવીનીકરણના ( track renovation ) કામને કારણે સાબરમતી-પાટણ ડેમુ ( Sabarmati Patan Demu Special train ) સંપૂર્ણપણે રદ રહેશે અને સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન ( Sabarmati-Jodhpur Express Train ) સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ ( Train cancelled ) રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
સંપૂર્ણપણે રદ ટ્રેનો
- ટ્રેન નંબર 09369 સાબરમતી-પાટણ ડેમુ સ્પેશિયલ ટ્રેન તાત્કાલિક અસરથી 08 જાન્યુઆરી 2024 થી સુધી રદ રહેશે.
- ટ્રેન નંબર 09370 પાટણ-સાબરમતી ડેમુ સ્પેશિયલ ટ્રેન તાત્કાલિક અસરથી 08 જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.
આંશિક રીતે રદ થયેલી ટ્રેનો
- ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ 17 ડિસેમ્બર 2023 થી 09 જાન્યુઆરી 2024 સુધી સાબરમતીને બદલે આબુ રોડથી પ્રારંભ થશે તથા આ ટ્રેન સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ 16 ડિસેમ્બર 2023 થી 08 જાન્યુઆરી 2024 સુધી આબુ રોડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આમ આ ટ્રેન આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Surat: ૧૫ કિ.મી. લાંબી માનવસાંકળ રચી સુરતીઓએ રચ્યો ઈતિહાસ
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના ,રૂટ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓને www.enquiry.indianrail.gov.in ની વિઝીટ કરવા વિનંતી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.