News Continuous Bureau | Mumbai
નડિયાદમાં સંતરામ મંદિરના સમાધિ મહોત્સવની તડામાર તૈયારીઓ, ભક્તો સાકરની જોળીઓ બનાવવામાં વ્યસ્ત દર વર્ષની જેમ આ વર્ષે પણ નડિયાદ સ્થિત સંતરામ મંદિરમાં મહા સુદ પૂનમની રંગેચંગે ઉજવણી થનાર છે. આ દિવસે સમી સાંજે થનાર સાકરવર્ષાની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે. હાલ ભક્તો સાકરની જોળીઓ બનાવવામાં વ્યસ્ત છે. તો મંદિરમાં આવતિકાલથી કથા સહિતના કાર્યક્રમોનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું છે. ઓમના રણકાર સાથે સાકરની વર્ષા કરવામાં આવે છે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 192મા સમાધિ મહોત્સવની આગામી પાંચમી ફેબ્રુઆરીના રોજ દબાદાભેર ઉજવણી થનાર છે. આ દિવસે મહારાજે જીવત સમાધિ લીધેલ હતી. જે મહા સુદ પૂનમનો દિવસ હતો અને આ દિવસે આકાશમાંથી સાકરવર્ષા થઈ હતી, તેના પ્રતીક રૂપે દર વર્ષે મહા સુદ પૂનમે દિવ્ય સાકરવર્ષા કરવામાં આવે છે. સમી સાંજે આરતીનાં દર્શન થાય છે અને એ બાદ ઓમના રણકાર સાથે સાકરની વર્ષા કરવામાં આવે છે. મોટા ચગડોળો સહિતની રાઈડ્સ બાંધવાની કામગીરી શરૂ આ વખતે મંદિર પરિસર ‘જય મહારાજ’ના નાદ સાથે ગુંજી ઊઠે છે.
આ સાકરવર્ષાના આગળના અને પાછળના દિવસે નડિયાદમાં ભવ્યથી ભવ્ય લોકમેળો યોજાય છે. ત્રિ દિવસીય મેળાનો આ અનોખો નજારો હોય છે. જેને માણવા ગુજરાતભરમાંથી લોકો ઊમટી પડે છે. હાલ આ મેળાની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે. મોટા ચગડોળો સહિતની રાઈડ્સ બાંધવાની કામગીરી કરાઈ રહી છે. સંતરામ મંદિરના સંત નિર્ગુણદાસજી મહારાજ જણાવી રહ્યા છે કે, યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના 192મા સમાધિ મહોત્સવની આગામી પાંચમી ફેબ્રુઆરીએ મહોત્સવ છે. આ દિવસ માઘી પૂર્ણિમાના દિવસે મહારાજે જીવત સમાધિ લીધી હતી. અને એ દિવસે આકાશમાંથી સાકરની વર્ષા થઈ હતી. આ દિવસના પ્રતીક સમાન દર મહા સુદ પૂનમે અહીંયાં સાકરની વર્ષા કરવામાં આવે છે. જેની તૈયારીઓ પખવાડિયા અગાઉથી શરૂ કરી દેવામાં આવી છે. હાલ ભક્તો મોટી મોટી સાકારને અલગ કરી નાની નાની સાકરની જોળી તૈયાર કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: કૃત્રિમ પ્રકાશના વધતા પ્રમાણને લીધે હવે આકાશના તારા જોવા નથી મળતા, આકાશના તારાઓ આપણી આંખો સામેથી ગાયબ થઈ રહ્યા છે