News Continuous Bureau | Mumbai
Sampurnta Abhiyan: ભારત સરકારના “આકાંક્ષી બ્લોક કાર્યક્રમ” ( Akanshi Block Karyakram ) અન્વયે સુરેન્દ્રનગર ( Surendranagar ) જિલ્લાના સાયલા તાલુકામાં “સંપૂર્ણતા અભિયાન” લોન્ચ કાર્યક્રમ લાલજી મહારાજની જગ્યા ખાતે યોજાયો હતો.
2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાનું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે ત્યારે દેશના દરેક વિસ્તારના વિકાસ થકી જ વિકસિત ભારતનું ( Viksit Bharat ) નિર્માણ કરી શકાય. આ માટે વિકાસના સૂચકાંકોમાં પાછળ હોય તેવા જિલ્લા અને તાલુકાઓને વિકાસની અગ્રીમ હરોળમાં લાવવા સરકાર કટિબદ્ધતા સાથે પ્રયત્નશીલ રહી સઘન પ્રયાસો કરી રહી છે. સાયલા ( Sayla ) તાલુકાના દરેક ગામ સુધી “સંપૂર્ણતા અભિયાન” વિશે જાગૃતિ આવે તે માટે દરેક ગામમાં કલાકારો દ્વારા જાગૃતિ કાર્યક્રમો, બાળકો દ્વારા જાગૃતિ રેલી સહિતના જાગૃતતા કાર્યક્રમો યોજવા માટે; સરપચો, પદાધિકારીઓ, સામાજિક કાર્યકરો, સરકારી વિભાગના કર્મચારીઓ, આશા બહેનો, આરોગ્યકર્મીઓ સહિત તમામ લોકોને એકબીજાને સાથ, સહકાર અને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

Sampurnta Abhiyan launch program held at sayla in Surendranagar district under Akanshi Block Karyakram
વધુમાં, સાયલા તાલુકાને ‘આકાંક્ષી તાલુકા’નાં દાયરામાંથી બહાર કાઢવા માટે ઉપસ્થિત સર્વેને સહિયારા પ્રયાસો કરવા કહ્યું હતું. તેઓનું માનવું છે કે, ગામનાં દરેક નાગરિક સુધી ગામની બહેનો જ પહોંચી શકે. આથી, ગ્રામજનોમાં જાગૃતતા આવે અને લાભાર્થી સુધી સરકાર દ્વારા આપવામા આવતા જરૂરી તમામ લાભો પહોંચે તેમજ વિકાસના દરેક સૂચકાંકમાં 100% સિદ્ધિ હાંસલ કરી શકાય તે માટે ફરજની સાથે સાથે સેવાભાવના સાથે ગામનાં સ્વસહાય જૂથના બહેનોને પૂરતા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
આ તકે ઉપસ્થિત જિલ્લા સમાહર્તા કે. સી. સંપટે “સંપૂર્ણતા” અભિયાન તેમજ તેમાં સમાવિષ્ટ આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચકાંકોમાં સમાવિષ્ટ બાબતો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમજ 100% સિદ્ધિ હાંસલ કરી શકાય તે માટે, જુદા જુદા એકશન પ્લાન મુજબ ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ હાથ ધરવામાં આવનાર ગ્રામસભા, સંપૂર્ણતા અભિયાન મેળો, સંપૂર્ણતા અભિયાન જ્યોતિ સહિત વિવિધ પ્રવૃત્તિઓ વિશે પણ વિગતવાર ચર્ચા કરી હતી. તેઓએ દરેક પ્રવૃત્તિઓને ઝુંબેશરૂપે સ્વીકારી ગ્રામ્ય કક્ષાએ જરૂરી પ્રચાર પ્રસાર, બાળકો દ્વારા જાગૃતતા રેલી યોજવા અનુરોધ કર્યો હતો. આજથી શરૂ કરીને તા.30 સપ્ટેમ્બર, 2024 એમ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન સાયલા તાલુકાના તમામ લાભાર્થીઓને જાગૃત કરી, સરકારી યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવશે. આ માટે શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સ્વસહાય જૂથના બહેનો, આંગણવાડીના બહેનો, આશાવર્કર બહેનો, આરોગ્યકર્મીઓની મદદથી વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. આમ, સફળ અને સચોટ પ્રયાસો થકી ખુબ જ ઝડપભેર સાયલાને ‘આકાંક્ષી તાલુકા’માંથી બહાર કાઢી ‘વિકસિત તાલુકા’ની હરોળમાં લાવી શકાશે તેવો સ્પષ્ટભાવ કલેકટરશ્રીએ વ્યક્ત કર્યો હતો. સંપૂર્ણતા અભિયાન અંગે આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિકાસ કચેરી, ખેતીવાડી વિભાગમાં આત્મા કચેરી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિભાગ મુજબ કરવામાં આવતી કામગીરી તેમજ હવે પછી કરવામાં આવનાર કામગીરીની માહિતી પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શનિવાર, 6 જુલાઈ, 2024ના રોજ ગાંધીનગર, ગુજરાતમાં 102મા ‘આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ’ના પ્રસંગે “સહકાર સે સમૃદ્ધિ” સંમેલનને સંબોધન કરશે
આ કાર્યક્રમની સાથે જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ તેમજ એન.સી.સી. કેડેટ્સ દ્વારા સંપૂર્ણતા અભિયાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. જેનું ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું, આ કાર્યક્રમમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની પ્રાથમિક આરોગ્ય તપાસણી માટે મેડિકલ કેમ્પ તેમજ આઈ.સી.ડી.એસ. ના બહેનો દ્વારા બાલશક્તિ, પૂર્ણાશક્તિ, માતૃશક્તિના પેકેટમાંથી બનાવેલ અવનવી પોષણયુક્ત વાનગીઓનું નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું.

Sampurnta Abhiyan launch program held at sayla in Surendranagar district under Akanshi Block Karyakram
ઝુંબેશની ગતિ ચાલુ રહે અને સહભાગિતાને પ્રોત્સાહિત કરી શકાય તે માટે આ કાર્યક્રમમાં “સંપૂર્ણતા અભિયાન પ્રતિજ્ઞા” લેવડાવવામાં આવી હતી. સંપૂર્ણતા અભિયાનની જાણકારી આપતી શોર્ટ ફિલ્મ ઉપસ્થિત સર્વેએ નિહાળી હતી.
કાર્યક્રમમાં સાયલા તાલુકા પંચાયતના પ્રમુખ , સાયલા સરપંચ, પદાધિકારીઓ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, સબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, નીતિ આયોગના અધિકારી/પ્રતિનિધિ, સાયલા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો, ABP સાથે જોડાયેલા 130 સખી મંડળના સભ્યો પૈકી દરેક મંડળનાં એક બહેન, આંગણવાડીના બહેનો, આશા વર્કર બહેનો તથા આરોગ્યકર્મીઓ જોડાયા હતા.

Sampurnta Abhiyan launch program held at sayla in Surendranagar district under Akanshi Block Karyakram
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો: PM Modi: એસસીઓ કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ સ્ટેટ્સની બેઠકમાં પીએમ મોદીની ટિપ્પણી