News Continuous Bureau | Mumbai
Samriddhi Highway Accident : સમૃદ્ધિ હાઇવે પર છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતો ( Accidents ) વધી રહ્યા છે. આ રીતે મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વે ( Mumbai-Nagpur Samriddhi Expressway ) પર ફરી એક વખત મોટો અકસ્માત સર્જાયો છે, ભયાનક અકસ્માતમાં 10 થી 12 લોકોના મોત થયા છે.
છત્રપતિ સંભાજીનગરના સમૃદ્ધિ હાઇવે પર જામબરગાંવ ટોલ બૂથ ( Jambargaon Toll Booth ) પાસે ટ્રાવેલ બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે 10 થી 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બુલઢાણા જિલ્લામાં સૈલાની બાબાની દરગાહની મુલાકાત લઈને પરત ફરતી વખતે ટ્રાવેલ બસમાં સવાર ( travel bus ) મુસાફરો અકસ્માતનો ભોગ બન્યા હતા. પ્રાથમિક માહિતી મળી રહી છે કે ટ્રાવેલ બસે ટ્રકને પાછળથી જોરથી ટક્કર મારી હતી. ચોંકાવનારી વાત એ છે કે અકસ્માતમાં મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ શ્રદ્ધાળુઓ નાશિક જિલ્લાના હતા.
આ સમાચાર પણ વાંચો : PM Narendra Modi: પ્રધાનમંત્રીએ મુંબઈમાં 141મા આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ (આઇઓસી) સત્રનું ઉદઘાટન કર્યું.
બસમાં કુલ 30 મુસાફરો હતા..
વધુ માહિતી અનુસાર, આ બસમાં કુલ 30 મુસાફરો હતા. આ અકસ્માત (Smridhi Highway Accident) 15 ઓક્ટોબરે રાત્રે દોઢ વાગ્યાની વચ્ચે થયો હતો. વૈજાપુર તાલુકાના જામબરગાંવ ટોલ પ્લાઝા પાસે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. દરમિયાન અકસ્માતની જાણ થતા વૈજાપુર અને આસપાસના ગામોના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતગ્રસ્તોને તાત્કાલિક મદદ કરવામાં આવી હતી. તમામ ઘાયલોને એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ સમૃદ્ધિ હાઈવે રેસ્ક્યુ ટીમ, વૈજાપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.