લ્યો બોલો.. ઉદ્ઘાટનના 24 કલાકમાં જ મહારાષ્ટ્રના આ હાઈવે પર થયો અકસ્માત, બે કાર વચ્ચે થઇ જોરદાર ટક્કર..

by kalpana Verat
ten vehicles damaged due to stone pelting on Samriddhi Marg.

News Continuous Bureau | Mumbai

હાલમાં જ મુંબઇથી નાગપુર-શિરડીનાં એક્સપ્રેસ હાઇવે, સમૃદ્ધિ માર્ગનાં પહેલા ચરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે બીજા જ દિવસે આ હાઇવે પર કાર અકસ્માત સર્જાયો હતો. ટોલ બુથ પાસે પાછળથી આવતી એક કારે બીજી કારને ટક્કર મારી હતી. રસપ્રદ વાત એ છે કે, રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં ઉદ્ઘાટન કર્યું હતું તે જગ્યા નજીક આ અકસ્માત થયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી. બંને કાર ચાલકોએ સમાધાન માટે વાટાઘાટો કરી હતી અને તેથી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.

આ સમાચાર પણ વાંચો:  Good Luck Sign:ઘરમાં કબૂતરનું આગમન આપે છે મહત્વનો સંકેત, જાણો તે શુભ છે કે અશુભ?

મળતી જાણકારી મુજબ આ દુર્ઘટના સોમવારે વાયફલ ટોલ પ્લાઝા પાસે થઈ હતી, જે સમૃદ્ધિનો ‘એન્ટ્રી પોઈન્ટ’ છે. ટોલ બૂથ પાસે એક કાર ઓછી ઝડપે જઈ રહી હતી ત્યારે નાગપુરની એક કાર પાછળથી આવી હતી. કાર ચાલકે બ્રેક મારી હતી, પરંતુ કાબૂ ગુમાવ્યો હતો અને તેની સામેની કાર સાથે અથડાઈ હતી. તે સમયે ટોલ બૂથ પર કર્મચારીઓ હાજર હતા. બધા જ ગાડી તરફ દોડી ગયા. અકસ્માતમાં બંને કારને નુકસાન થયું હતું. ખાસ કરીને, અથડાતા કારની આગળની જમણી બાજુનો ભાગ તૂટી ગયો હતો. સદનસીબે બંને કારમાં સવાર કોઈને ઈજા થઈ ન હતી. આ માહિતી હિંગણા પોલીસ સ્ટેશનમાં જાણવા મળી હતી. પરંતુ ફરિયાદ ન હોવાથી પોલીસ પરત ફરી હતી. જો કે સ્ટેશન ડાયરીમાં આ વાતની નોંધ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment