News Continuous Bureau | Mumbai
Sanjay Nirupam : Shiv Sena સંજય નિરૂપમ એક સમયે શિવસેનાના નેતા અને હિન્દુ હૃદય સમ્રાટ બાળા સાહેબ ઠાકરેના સૌથી વિશ્વાસુ હતા. જોકે આજથી ૨૦ વર્ષ પહેલાં તેમણે પાર્ટી છોડી દીધી હતી અને ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા અને સાંસદ તરીકે ચૂંટાયા પણ હતા. હવે તેમણે કોંગ્રેસ ( Congress ) પાર્ટીને પણ રામરામ કહી દીધું છે.
Sanjay Nirupam : Shiv Sena સંજય નિરૂપમ કઈ પાર્ટીમાં જોડાયા?
સંજય નિરુપમ એકનાથ શિંદે ( Eknath Shinde ) વાળી શિવસેના પાર્ટીમાં જોડાયા છે. અહીં તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં પાર્ટીમાં ( Eknath Shinde Shiv sena ) પ્રવેશ કર્યો. . ઉલ્લેખનીય છે કે તેઓ બાળા સાહેબ ઠાકરેની શિવસેનામાં હિન્દી સામના અખબારના સંપાદક હતા. . તેમજ બાળા સાહેબ ઠાકરેના અત્યંત વિશ્વાસુ હતા. શિવસેના પાર્ટીએ તેમને રાજ્યસભામાં એપોઇન્ટ કર્યા હતા અને ત્યારબાદ તેઓ રાજ્ય સભામાં ( Rajya Sabha ) શિવસેનાના નેતા હતા.
આ સમાચાર પણ વાંચો : Share Market News : શેર બજારમાં મોટો કડાકો, રોકાણકારોના લાખો કરોડ સલવાયા.
Sanjay Nirupam : Shiv Sena સંજય નિરુપમે શિવસેના પાર્ટી શા માટે છોડી હતી?
સંજય નિરૂપમે એ બાળા સાહેબ ઠાકરેવાળી શિવસેના પાર્ટી ઉદ્ધવ ઠાકરેને કારણે છોડી હતી. આ ઉપરાંત પ્રમોદ મહાજન સાથે તેમના સંબંધોમાં તિરાડ પડી હતી અને ત્યારબાદ તેઓ બાળા સાહેબ ઠાકરે થી દૂર થયા હતા.