સંજય રાઉતે પીએમ મોદી પર સાધ્યું નિશાન. કહ્યું- એક પુતિન દિલ્હીમાં બેઠા છે જે દરરોજ અમારા પર…  જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai.

મહારાષ્ટ્રના સત્તાધારી પક્ષ શિવસેનાના નેતા તથા સાંસદ સંજય રાઉતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ આવકવેરા વિભાગની કાર્યવાહીને લઈને ભાજપ પર જાેરદાર પ્રહારો કર્યા છે. સંજય રાઉતે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. 

છેલ્લા કેટલાક દિવસોથી રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં ઘણી મિસાઈલો છોડવામાં આવી રહી છે. આ અંગે ટિપ્પણી કરતા સંજય રાઉતે ટોણો માર્યો અને કહ્યું, ‘અમારા જેવા લોકો પણ દરરોજ યુદ્ધનો અનુભવ કરી રહ્યા છે. દિલ્હીમાં પુતિન બેઠા છે. તેઓ રોજ અમારા પર મિસાઈલ છોડી રહ્યા છે. ઇડી દ્વારા આ મિસાઇલોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં અમે ડગમગ્યા નથી. અમે તેની સામે અડગ ટકી રહ્યા છીએ. એવો કટાક્ષ કરતાં સંજય રાઉતે કહ્યું કે દેશનું વાતાવરણ બદલાઈ ગયું છે. રાઉત દૈનિક લોકમતના ઇનામ વિતરણ સમારોહમાં બોલી રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : શોકિંગ! દહિસરમાં માથા પર સ્લેબ તૂટી પડતા વડાપાવ વિક્રેતાનું ઘટના સ્થળે જમોત.. જાણો વિગતે

આ દરમિયાન સંજય રાઉતે વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે સત્તા છોડતી વખતે કહ્યું હતું કે ‘હું ફરી પાછો આવીશ’ તેમના શબ્દોને યાદ કરીને, તેમના વિરોધીઓ તેમની મજાક  ઉડાવવાનો પ્રયત્ન કરતા હોય છે. આ જ વાતનો ઉલ્લેખ કરતા સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, ‘પૂન્હા યિન વાળા અહીં સાંજે આવવાના છે. તો પણ હું અહીં આવીશ. બાજુમાં બેસીશ.

સંજય રાઉતે તે મુદ્દાને પુનરાવર્તિત કર્યો હતો કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા માત્ર પસંદગીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેઓએ પીએમ મોદીને ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારના પુરાવા પણ આપ્યા છે, તેમની સામે કાર્યવાહી કેમ નથી થતી? શું તે બધા દૂધથી ધોયેલા છે?  માત્ર મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં જ કેમ કાર્યવાહી કરવામાં આવી રહી છે?

આ સમાચાર પણ વાંચો : સીએમ યોગીના શપથ ગ્રહણ પહેલાં જ યુપીમાં એન્કાઉન્ટર શરૂ, અધધ આટલા લાખનું ઇનામ ધરાવતો ગેંગસ્ટર ઠાર મરાયો; જાણો વિગતે
 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *