Ajit Pawar Plane Crash Investigation: અજિત પવારનું વિમાન અચાનક કેવી રીતે પડ્યું? સંજય રાઉતનો ગંભીર સવાલ – ‘કંઈક તો ગરબડ છે’

શિવસેના નેતા સંજય રાઉતે અકસ્માતને ગણાવ્યો શંકાસ્પદ, અનિલ દેશમુખે પણ તપાસની કરી માંગ; શું હવામાન સાફ હોવા છતાં વિમાન ક્રેશ થયું?

by samadhan gothal
Ajit Pawar Plane Crash Investigation અજિત પવારનું વિમાન અચાનક કેવી રીતે પડ્યું

News Continuous Bureau | Mumbai
Ajit Pawar Plane Crash Investigation મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ રાજ્યના રાજકારણમાં આરોપ-પ્રત્યારોપનો દૌર શરૂ થયો છે. શિવસેના નેતા સંજય રાઉતે આ વિમાન અકસ્માત ને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. દિલ્હીમાં બજેટ સત્ર દરમિયાન મીડિયા સાથે વાત કરતા રાઉતે આ ઘટનાને શંકાસ્પદ ગણાવી છે અને તેની તટસ્થ તપાસની માંગ કરી છે.

જસ્ટિસ લોયા કેસ સાથે કરી સરખામણી

સજય રાઉતે કહ્યું કે અજિત દાદાના પ્લેન ક્રેશ પર સવાલો ઉઠવો સ્વાભાવિક છે. તેમણે આ ઘટનાની સરખામણી ચર્ચિત ‘જસ્ટિસ લોયા’ કેસ સાથે કરતા કહ્યું કે આ અકસ્માતમાં કંઈક અજુગતું લાગે છે. રાઉતે દાવો કર્યો કે ભાજપના લોકો તેમને સિંચાઈ કૌભાંડની ફાઈલો બતાવીને ધમકાવી રહ્યા હતા, અને જ્યારે તેઓ ‘ઘર વાપસી’ (NCP વિલીનીકરણ) ની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે જ આ મોટી ઘટના બની ગઈ.

અનિલ દેશમુખે પણ ઉઠાવ્યા ટેકનિકલ સવાલો

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ આ ઘટનાની ગંભીર તપાસની માંગ કરી છે. દેશમુખે જણાવ્યું કે, “અકસ્માત સમયે હવામાન એકદમ સાફ હતું અને વિઝિબિલિટી પણ સારી હતી. વાયરલ થયેલા વીડિયોમાં પણ બધું સ્પષ્ટ દેખાય છે, તો પછી લેન્ડિંગ પહેલા અચાનક વિમાન એક તરફ નમીને કેવી રીતે ક્રેશ થઈ ગયું?” તેમણે બ્લેક બોક્સની ઝીણવટભરી તપાસ દ્વારા સત્ય બહાર લાવવા આગ્રહ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Nirmala Sitharaman Viral Video: નિર્મલા સીતારમણને જ્યારે મધ્યમ વર્ગ વિશે પૂછાયો સવાલ… નાણામંત્રીના હાવભાવ જોઈ સોશિયલ મીડિયા પર શરૂ થઈ મીમ્સની વર્ષા

અકસ્માત કે કાવતરું?

વિપક્ષી નેતાઓનું માનવું છે કે NCP ના બંને જૂથોના વિલીનીકરણની તારીખ નક્કી થઈ ગઈ હતી ત્યારે જ આ અકસ્માત થયો તે બાબત શંકા ઉપજાવે તેવી છે. સંજય રાઉતે આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આ મૃત્યુ સામાન્ય નથી. હવે આ મામલે સરકાર કયા પ્રકારની તપાસના આદેશ આપે છે અને બ્લેક બોક્સના ડેટામાંથી શું બહાર આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More