News Continuous Bureau | Mumbai
Maharashtra: શિવસેના (Shivsena) (Uddhav Balasaheb Thackeray) નેતા સંજય રાઉત (Sanjay Raut) ને લોકસભા ચૂંટણીમાં ઉતારવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાર્ટી ઇચ્છે છે કે સંજય રાઉત લોકસભાની ચૂંટણી લડે . રાઉત મુંબઈની નોર્થ ઈસ્ટ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે. સંજય રાઉત હાલમાં રાજ્યસભાના સાંસદ છે.
સંજય રાઉતની ગણતરી ઉદ્ધવ ઠાકરેના નજીકના લોકોમાં થાય છે. 2019માં વિધાનસભા ચૂંટણી બાદ જ્યારે શિવસેના અને ભાજપ (BJP) મુખ્યમંત્રી પદને લઈને અલગ થઈ ગયા, ત્યારથી તેઓ ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
મુશ્કેલ સમયમાં ઉદ્ધવની સાથે
જૂન 2022 માં, જ્યારે શિવસેનામાં મોટો બળવો થયો હતો અને મોટી સંખ્યામાં પક્ષના ધારાસભ્યો અને સાંસદો ઉદ્ધવને છોડીને એકનાથ શિંદેના જૂથમાં જોડાયા હતા, તે સમયે પણ સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેની પડખે ઉભા હતા. તેણે એકનાથ શિંદે અને તેની સાથે આવેલા લોકોને દેશદ્રોહી કહ્યા.
આ સમાચાર પણ વાંચો : Lucky Zodiac: નાગ પંચમીથી શરૂ થયું નવું સપ્તાહ, માલામાલ બનશે આ 6 રાશિના લોકો, કરિયર અને કારોબારમાં થશે પ્રગતિ..
અજિત પવારને જણાવ્યો લક્કડખોદ
સંજય રાઉત અજિત પવાર (Ajit Pawar) પર પણ પ્રહાર કરતા જણાવ્યું, જેમણે NCP સામે બળવો કરીને રાજ્યની શિંદે સરકારમાં જોડાયા હતા. રવિવાર (20 ઓગસ્ટ) ના રોજ ‘સામના’ના સાપ્તાહિક લેખ ‘રોકથોક’માં, તેમણે અજિત પવારની તુલના લક્કડખોદ પક્ષી સાથે કરી હતી. રાઉતે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના એક કાર્ટૂનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે શરદ પવારને એક લક્કડખોદ પક્ષી તરીકે દર્શાવ્યા હતા જે ખુરશીને વીંધે છે.રાઉતે લેખમાં કહ્યું કે, અજિત પવાર હવે એ જ લક્કડખોદ પક્ષી તરીકે ઉભરી રહ્યા છે. ભાજપ હવે અજિત પવારનો ઉપયોગ કરીને શરદ પવાર (Sharad Pawar) યુગનો અંત લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે એમ પણ લખ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ અજિત પવારનો ઉપયોગ એકનાથ શિંદેની સીએમ ખુરશીમાં છિદ્ર બનાવવા માટે કરશે.