News Continuous Bureau | Mumbai
Sardar Sarovar Dam:
- એકતા નગર ખાતે અંદાજીત રૂ. ૫૦ કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર નિર્માણ પામશે – મંત્રીશ્રી
- નર્મદા માટે વર્ષ 2025-26ની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર
- નર્મદા બેઝીનમાં સારા વરસાદના કારણે વર્ષ 2019, 2020, 2023 અને વર્ષ 2024માં મળવાપાત્ર 9 મીલીયન એકર ફીટ થી વધુ પાણી ગુજરાતને મળ્યું
- ગુજરાતની પ્રજાની પીવાની પાણીની કુલ જરૂરીયાતમાંથી ૮૦ ટકા જેટલી જરૂરીયાત નર્મદાના પાણીથી પૂરી પાડવામાં આવે છે
- અંદાજીત રૂ.૮૨,૦૦૦ કરોડના ખર્ચે નર્મદા યોજના પૂર્ણ થવા જઈ રહી છે
- માર્ચ-૨૦૨૫ પછી બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન ચાલુ રાખવાનું આયોજન
મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિધાનસભાગૃહમાં જણાવ્યું છે કે, નર્મદા માટેના આંદોલન ભૂતકાળ બન્યા છે, હવે ફક્ત નર્મદાના વિકાસની વાત થશે.અંદાજીત રૂ. ૮૨,૦૦૦ કરોડના ખર્ચે નર્મદા યોજના પૂર્ણ થવા જઇ રહી હોવાનું પણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ. વર્ષ- ૨૦૧૪ પહેંલા સરદાર સરોવર દ્વારા રાજ્યમાં વિકસાવવામાં આવેલ સિંચાઇ ક્ષમતા અંદાજીત ૧.૬૨લાખ હેક્ટર જેટલી હતી જેમાંથી અંદાજીત ૨.૫૩ લાખ હેક્ટર સિંચાઇ થતી. જે વર્ષ ૨૦૧૭ માં આ ડેમ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચ્યો ત્યારે સરદાર સરોવર યોજના દ્વારા રાજ્યમાં થયેલ સિંચાઇ આજે ૧૬.૨૨ લાખ હેક્ટરે પહોંચી છે. નળકાંઠા, ફતેવાડીનો નવો વિસ્તાર વિકસીત કરવાની તબક્કા-૧ ની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે ઓગષ્ટ – ૨૦૨૫ માં પુર્ણ થશે. ત્યારબાદ તબક્કા-૨ની કામગીરી હાથ ધરવામાં આવશે. આશરે સાણંદ, બાવળા અને વિરમગામ તાલુકાના ૩૯ ગામોની ૩૫,૬૮૮ હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે.
મંત્રીશ્રીએ વિશેષમાં જણાવ્યું હતુ કે, એકતા નગર ખાતે અંદાજીત રૂ. ૫૦ કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર આકાર પામશે. જે સરદાર સરોવર ડેમના નિર્માણ પાછળની નોંધપાત્ર સફર દર્શાવશે. જાન્યુઆરી-ર૦૨૫ સુધી પ્રશાખા નહેરો (માઈનોર નહેરો) સુધીના કામો પૂર્ણ કરી કુલ ૧૭.૨૨ લાખ હેક્ટર સિંચાઇ ક્ષમતા અને પ્ર-પ્રશાખા નહેર (સબ-માઈનોર નહેર) સુધી ૧૫.૫૫ લાખ હેક્ટર વિસ્તાર વિકસિત થયેલ છે. માર્ચ-૨૦૨૫ પછી બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન ચાલુ રાખવાનું આયોજન છે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતુ.
આ સમાચાર પણ વાંચો : Saras Mela 2025: સુરતના અડાજણ ખાતે સરસ મેળાનું આયોજન, માત્ર ચાર દિવસમાં એક કરોડનું વેચાણ; આ તારીખ સુધી ખુલ્લો રહેશે મેળો
બનાસકાંઠા જીલ્લાની દિયોદર તાલુકાના ૧૪ ગામો અને પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ૧૧ ગામોના ભૌગિલીક રીતે ઉંચાઈવાળા અનકમાન્ડ વિસ્તારમાં સિંચાઈની વ્યવસ્થા માટે ઉદવહન સિંચાઈ યોજના માટે રૂા.૧૦૦ કરોડની જોગવાઈ કરાઇ છે. વર્ષ 2025-26 ના બજેટમાં અમદાવાદ જીલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા માટે રૂા.૮૭૫ કરોડની જોગવાઈ, નર્મદા યોજનાના કમાન્ડ એરિયાના નહેરના વિસ્તરણ વિકાસના કામો માટે રૂા.૫૦૧ કરોડની જોગવાઈ, નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રકચર તેમજ જાળવણીની કામગીરી માટે રૂા.૨૦૪ કરોડની જોગવાઈ કરાઇ છે. વર્ષ ૨૦૨૫-૨૬ની સરદાર સરોવર યોજના માટે રૂા.૫૯૭૮.૮૬ કરોડની (NBR ના ૧૯૮૦.૯૧ કરોડ સહીત)ની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઇ હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.