263
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 ફેબ્રુઆરી 2021
મુંબઈ મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી કમર કસી રહી છે. આ માટે પાર્ટીએ વિપક્ષની ભૂમિકા નિભાવવા અરજી કરી હતી. ગત પાલિકાની ચૂંટણી પછી શિવસેના પાર્ટી સત્તામાં છે જ્યારે કે કોંગ્રેસ પાર્ટી વિપક્ષમાં છે. ત્યારબાદ બદલાતા રાજનૈતિક સમીકરણો ને કારણે ભાજપ અને શિવસેના વચ્ચે નું રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે જોડાણ તૂટી ગયું.
આથી ભારતીય જનતા પાર્ટીએ અરજી કરી હતી કે તેમને વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે વિપક્ષના નેતાનું પદ આપવામાં આવે. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો સુનાવતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી હવે વિપક્ષની ભૂમિકા નહીં લઇ શકે. આ પદ પર કોંગ્રેસ પાર્ટીના નેતા ચાલુ રહેશે.
આમ ભારતીય જનતા પાર્ટીને મુંબઈ મહાનગર પાલિકામાં વિરોધ પક્ષનું પદ ન મળતા કોઈપણ પ્રકારની સત્તા વગર મૂંગા મોઢે બેસી રહેવું પડશે.
You Might Be Interested In
