ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
12 જુન 2020
કોરોનાના ફફડાટ વચ્ચે ગુજરાતમાં સ્કૂલ કોલેજો શરૂ થવાના કોઇ અણસાર દેખાતા નથી. "હજી 15 મી ઓગસ્ટ પહેલા કોઈ શાળા શરૂ થઈ શકે એમ નથી. કારણ કે બાળકોની સલામતીના કારણોસર ગુજરાત સરકાર કોઇ જોખમ લેવા માંગતી નથી". રાજ્યના શિક્ષણ મંત્રી ના જણાવ્યા મુજબ હાલ ઓનલાઈન એજ્યુકેશન ઉપર વધુ ભાર આપવામાં આવી રહયું છે,
"ત્યારબાદ કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલય, ગૃહ મંત્રાલય અને આરોગ્ય વિભાગની સલાહ લેવામાં આવશે તેમ જ સ્થાનિક લેવલે શાળાના સંચાલકો અને બાળકોના વાલીઓ ની સંમતિ વધુ મહત્વની રહેશે".
ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્કૂલ કોલેજો શરૂ કરવા માટે ખાસ NCERTA ડ્રાફ્ટ પ્લાન બનાવવામાં આવ્યો છે. તે મુજબ સૌ પ્રથમ ધોરણ-11 અને 12 શરૂ કરવાનું નક્કી કરાશે.
ગુજરાતના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ "એક સાથે તમામ ધોરણો શરૂ કરવામાં નહીં આવે, પરંતુ દર બે અઠવાડિયાના અંતે, એક પછી એક ધોરણો શરૂ કરાશે. ગુજરાત સરકારની સૌથી મોટી ચિંતા ધોરણ 1 થી 5 ના બાળકોને લઈને છે. એ લોકોને કઈ રીતે થાળે પાડવા એની ચર્ચા વિચારણા પણ થઇ રહી છે….