News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena) પર હકની લડાઈ હવે રસ્તા પર આવી ગઈ છે અને હિંસક થઈ રહી છે. ડોંબિવલીમાં(Dombivli) મંગળવારે આવો નજારો જોવા મળ્યો, જ્યારે એકનાથ શિંદે(Eknath Shinde) જૂથના સમર્થકો શિવસેનાની ઓફિસમાં ઘુસી ગયા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે એકનાથ શિંદે જૂથના કાર્યકર્તા મંગળવારે બપોરે ડોંબિવલીમાં શિવસેનાની કેન્દ્રીય શાખામાં(Central Branch) ઘુસી ગયા. તે એક ડ્રિલ મશીન લઈને આવ્યા હતા. શિવસેનાની શાખામાં ઘુસી આ કાર્યકર્તાઓએ ડ્રિલ મશીનથી દીવાલ પર એકનાથ શિંદે અને શ્રીકાંત શિંદેની(Shrikant Shinde) તસવીરો લગાવી દીધી. અત્યાર સુધી શિવસેનાની આ કેન્દ્રીય શાખામાં બાલાસાહેબ ઠાકરે(Balasaheb Thackeray), આનંદ દિધે(Anand Didhe), ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને આદિત્ય ઠાકરેની(Aditya Thackeray) તસવીરો હતી. તેના કારણે શિવસૈનિકો(Shivsainik) અને શિંદે સમર્થકો વચ્ચે સંઘર્ષ થયો.
નોંધનીય છે કે આશરે દોઢ મહિનાથી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથમાં ટકરાવ ચાલી રહ્યો છે. એકનાથ શિંદેએ શિવસેનાના ૫૬ ધારાસભ્યોમાંથી(MLA) ૪૦ને પોતાની સાથે લઈ ભાજપ(BJP) સાથે સરકાર બનાવી લીધી છે. તો શિવસેનાના ૧૨ જેટલા સાંસદો પણ શિંદે જૂથનું સમર્થન કરી રહ્યા છે. આ સાથે તેમણે ચૂંટણી પંચમાં ખુદને અસલી શિવસેનાના નેતા(Shivsena leader) હોવાનો પણ દાવો કર્યો છે. આ વચ્ચે ડોંબિવલીની ઘટનાએ તણાવ વધારી દીધો છે.
આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતને કોર્ટમાંથી ન મળી રાહત-કોર્ટે EDની કસ્ટડી આ તારીખ સુધી લંબાવી
આ ઘટના બાદ અહીં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આજથી એકનાથ શિંદે જૂથ સમર્થક ડોંબિવલીમાં સભ્ય અભિયાન શરૂ કરવાના છે. તે માટે સોશિયલ મીડિયા કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર બનાવ્યા બાદ હવે શિંદે જૂથ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે.