ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 ફેબ્રુઆરી 2022
ગુરૂવાર
કર્ણાટકની એક સ્કૂલમાં હિજાબ પહેરવાને લઇને શરૂ થયેલો વિવાદ હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
કર્ણાટકમાં વિવાદ વધુ વકરતા બેંગાલુરૂમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
સાથે જ બેંગાલુરૂ પાસેની સ્કૂલ, કોલેજોની આસપાસ બે સપ્તાહ સુધી ધરણા પ્રદર્શનો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
એટલે કે સ્કૂલ-કોલેજોના 200 મીટર વિસ્તારમાં કોઇ ધરણા પ્રદર્શનો નહીં કરી શકે.
આ પહેલા કર્ણાટક સરકાર દ્વારા બધી જ સ્કૂલ કોલેજોને ત્રણ દિવસ માટે બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકની સ્કૂલ અને કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
