Site icon News Continuous Bureau | Mumbai

અરેરેરે.. મહાબળેશ્વરમાં નવા વર્ષની ઉજવણી કરવાનું સપનું રોળાયું… કલેક્ટરે લાગુ કરી કલમ 144.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

30 ડિસેમ્બર 2020 

મહાબળેશ્વર, પંચગની અને આસપાસના હિલ સ્ટેશનનો સમાવેશ મુંબઈગરાઓના સૌથી ફેવરિટ હિલ સ્ટેશનમાં થાય છે. મહાબળેશ્વરમાં ક્રિસમસ વેકેશનની ઉજવણી માટે બહારથી આવનારા પ્રવાસીઓને ધ્યાનમાં લઈ ગઈ કાલે જ કલેક્ટરે થર્ટીફર્સ્ટ નાઇટનું કરફ્યુ લગાવી દીધૂ છે. કલમ 144 લાગુ કરવામાં આવી છે. 

જેથી અહીં ઉજવણી કરવા માટે બુકિંગ કરાવનારાઓએ આવવાનું માંડી વાળ્યું છે. લોકો હોટેલ અને બંગલાના બુકીંગ રદ્દ કરાવી રહયાં છે. લૉકડાઉનના લાંબા સમય બાદ અહીં છેલ્લા બે મહિનાથી સીઝન જામી રહી હતી ત્યારે જ અચાનક કરફ્યુ લગાવાતાં પર્યટકો પર નભતા આ હિલ સ્ટેશનના વ્યાવસાયિકોમાં નિરાશા વ્યાપી ગઈ છે. 

મહાબળેશ્વર હિલ સ્ટેશન સાતારા જિલ્લામાં આવે છે. અહીંના કલેક્ટરએ થર્ટીફર્સ્ટ માટે મોટા પ્રમાણમાં પર્યટકો આવવાથી કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાને લઈ 31 ડિસેમ્બરની રાત્રે 10 વાગ્યે માર્કેટ અને 11 વાગ્યે હોટેલો બંધ કરવાનો આદેશ જારી કર્યા છે. 

આ વર્ષે હોટલો દ્વારા કોરોનાને લીધે મોટાં આયોજન નથી કરાયાં, પરંતુ ફૅમિલી દ્વારા પ્રાઇવેટ કાર્યક્રમનું સારું એવું બુકિંગ થયું છે. 25 અને 26 ડિસેમ્બરે ક્રિસમસમાં મહાબળેશ્વરમાં સારી એવી ભીડ જોવા મળી હતી. 

જો આદેશોનું પાલન કરવામાં નહીં આવે અને કોઈ હોટલ અથવા રેસ્ટોરન્ટ તેનું ઉલ્લંઘન કરતી જોવા મળે છે, તો તે આગામી સાત દિવસ માટે બંધ રહેશે અને માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. એમ પણ કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે.

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version