ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 જુલાઈ 2020
મહારાષ્ટ્રમાં સરકારે લોકડાઉન ધીમે ધીમે હટાવી લીધું છે પરંતુ, દક્ષિણ મુંબઇની ગગનચુંબી ઇમારતો ના રહેવાસીઓએ હવે સ્વૈચ્છિક લોકડાઉન પાળવાની જાહેરાત કરી છે. આ નિર્ણય કોરોનાના વધી રહેલા સંક્રમણને રોકવા માટે લેવાયો છે. કોલાબા, કફ પરેડ, ચર્ચગેટ, મરીન ડ્રાઈવ તથા નરીમન પોઇન્ટની કેટલીક હાઉસિંગ સોસાયટીએ આ લોકડાઉન લાદયો છે. આ પોશ સોસાયટીમાં રહીશોના બહાર આવવા-જવા પર તેમજ મુલાકાતીઓ અને ઘર નોકર-ચાકરો ના પ્રવેશ પર કડક નિયંત્રણો મુકાયા છે. સ્વેચ્છિક લોકડાઉન થી દક્ષિણ મુંબઈના રહીશો સહમત છે કારણ કે, આ વોર્ડમાં પચાસ ટકાથી પણ વધુ સિનિયર સિટીઝનો રહે છે.
જોકે રહીશો પર સંપૂર્ણ નિયંત્રણ શક્ય નથી અને તેનાથી ખૂબ ગૂંચવાડો ઊભો થશે એ વાત પણ સોસાયટીના લોકો સમજી રહ્યા છે. પરંતુ, કેટલીક સોસાયટીમાં આ અમલ વિવાદાસ્પદ બન્યો છે. આ વિવાદ બાદ કોલાબા મતવિસ્તારના વિધાનસભ્યો એ કહ્યું કે "રાજ્ય સરકારે કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓ માટે વિગતવાર ગાઈડલાઈન જારી કરવી જોઈએ. સહકારી કોરોના કાળ દરમ્યાન સોસાયટીઓના કામકાજ માટે હાલ કોઈ ગાઇડલાઇન ન હોવાથી લોકો અવઢવમાં છે કે કોરોનાને નાથવા અને એનાથી બચવા શું કરવું યોગ્ય રહેશે." આ તો સારું છે કે દક્ષિણ મુંબઈની ઘણી સોસાયટી ના રહેવાસીઓ કોરોનાના ચેપથી બચવા પોતાની મેળે જ પ્રયાસ કરી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો દક્ષિણ મુંબઇની ગગનચુંબી ઇમારતો માં થયેલ સ્વેચ્છાએ લોકડાઉન પાળવું આજકાલ ઇન થિંગ બન્યું છે, ટ્રેન્ડ કરી રહ્યું છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com