ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
11 ડિસેમ્બર 2020
શું કેન્દ્રીય રાજનીતિમાં મોટો ઉલટફેર થવા જઈ રહ્યો છે!? સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. કે, થોડા સમયમાં સોનિયા ગાંધી યૂપીએ (UPA)ના અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી શકે છે. સૂત્રો મુજબ સોનિયા ગાંધી પોતાના ખરાબ સ્વાસ્થ્યને કારણે યૂપીએ પ્રમુખના રૂપમાં આગળનો કાર્યકાળ જારી રાખવા તૈયાર નથી. હવે તે મુખ્યધારાની રાજનીતિમાં પણ વધુ સક્રિય નથી. ત્યારે સવાલ એ છે કે જો સોનિયા ગાંધી કોંગ્રેસ નું અધ્યક્ષ પદ છોડે છે તો તેના સ્થાને કોણ આવશે? કારણકે રાહુલ ગાંધી પક્ષના પ્રમુખ બનવા પહેલાથી જ ઇનકાર કરી ચુક્યા છે.
આ સમયે કોંગ્રેસ નેતાઓનો એક વર્ગ માને છે કે શરદ પવારને યૂપીએના અધ્યક્ષ બનાવવા જોઈએ. જેમ મહારાષ્ટ્રમા શરદ પવાર કોંગ્રેસના નેતૃત્વ વાળા ગઠબંધન યૂપીએનું નેતૃત્વ કરી રહયાં છે. એવા સમયે સવાલ થાય કે શું શરદ પવાર મહારાષ્ટ્રની જેમ જ દેશભરમાં ભાજપના ગઢમાં સેંધ મારવા માંગે છે.? પવાર એક અનુભવી રાજનેતા હોવાના નાતે યૂપીએના સહયોગીઓ વચ્ચે ખુબ સન્માનિત છે. તે પોતાના ગૃહ રાજ્ય મહારાષ્ટ્રમાં સારી પકડ ધરાવે છે. તેમજ સંસદના બને સદનમાં પણ તેઓનું માન છે.
આમ કોંગ્રેસ પાસે હાલ કોઈ એવો અનુભવી ચહેરો નથી જે UPA ની તમામ પાર્ટીના નેતાઓને સાથે લઈને ચાલી શકે. કોંગ્રેસીઓ રાજકુમાર રાહુલ ગાંધી તરફ મીટ માંડી રહયાં છે પરંતુ તેઓ સ્પષ્ટ રૂપે ફરીથી કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળવાનો ઇનકાર કરી ચુક્યા છે અને સોનિયાનું સ્વાસ્થ સારું નથી ત્યારે UPA અને કોંગ્રેસીઓને શરદ પવાર, અધ્યક્ષના રૂપમાં સારો વિકલ્પ લાગી રહયાં છે.
