ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 જુન 2020
એનસીપીના સુપ્રીમો શરદ પવારએ, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પર કટાક્ષ કરતા કહ્યું કે "વિદેશમાં ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટી એ પણ કોરોના કાળમાં પરીક્ષા રદ્દ કરી છે પરંતું મહારાષ્ટ્ર ના રાજ્યપાલ વધુ જ્ઞાન ધરાવે છે". આથી મહારાષ્ટ્રમા ફાઇનલ વર્ષની પરીક્ષા લેવાનું કહે છે. હકીકતમાં, મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારીએ કોરોના સંકટને કારણે ઉદ્ધવ સરકારના પરીક્ષા રદ કરવાના નિર્ણયની વિરુદ્ધ ભૂમિકા લીધી હતી. મહારાષ્ટ્રમાં, યુનિવર્સિટીઓની અંતિમ વર્ષની પરીક્ષા લેવામાં આવે કે નહીં, તેમાં મતભેદો છે. સરકારે પરીક્ષા નહીં લેતા, ગ્રેડિંગ સિસ્ટમનું પાલન કરીને વિદ્યાર્થીઓને તેમના વર્ષભરના પર્ફોમન્સ અનુસાર મૂલવવાનું નક્કી કર્યું છે. પરંતુ તમામ યુનિવર્સિટીઓના કુલપતિ હોવાથી રાજ્યપાલે યુનિવર્સિટીના કાયદા મુજબ આ પરીક્ષાઓની લેવાનું ફરમાન જાહેર કર્યું છે.
રાજ્યપાલનું જ્ઞાન ઓક્સફર્ડ કરતા વધારે હોઈ શકે. એવું બોલી શરદ પાવર જુઠા પડયા છે. કેમકે કુતુહલ વશ ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેબસાઇટ પર જાણવા મળ્યું છે કે યુનિવર્સિટીમાં પરીક્ષાઓ કેવી રીતે લેવામાં આવશે, જેની માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ છે: જે મુજબ, અંડરગ્રેજ્યુએટ અથવા અનુસ્નાતકની અંતિમ વર્ષની પરીક્ષાઓની પદ્ધતિ પરંપરાગતથી અન્ય પદ્ધતિઓમાં બદલવામાં આવશે. આ પરીક્ષાઓ ખુલ્લા પુસ્તક, પ્રોજેક્ટ અથવા બંને દ્વારા લેવામાં આવશે. તેમજ પ્રોજેક્ટ્સ, નિબંધો પણ નિયમિતપણે લેવામાં આવશે. જો કે, જરૂરિયાત વિદ્યાર્થીઓને એક્સ્ટેંશન પણ આપવામાં આવશે..
આમ ઓક્સફર્ડએ પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે પરંતું ઘણા વિકલ્પો પણ આપ્યા છે…