ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર
શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી બાદ હવે કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે પણ સંસદ ટીવીના શોનું હોસ્ટિંગ છોડી દીધું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ શશી થરૂરે સંસદના ચોમાસું સત્રમાં 12 સાંસદોના સસ્પેન્શન પર નારાજગી જાહેર કરીને આ નિર્ણય લીધો છે.
મીડિયાને તેમણે કહ્યું કે, જ્યાં સુધી આ 12 સાંસદોનું સસ્પેન્શન રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ સંસદ ટીવી પર કોઈ શો હોસ્ટ નહીં કરે.
તિરૂવનંતપુરમથી સાંસદ થરૂરે જણાવ્યું કે, 'મારા મતે એક શોની યજમાની માટે સંસદ ટીવીના નિમંત્રણનો સ્વીકાર કરવો એ ભારતની સંસદીય લોકતંત્રની સર્વોત્તમ પરંપરાઓમાં હતું. તે એ સિદ્ધાંતની પૃષ્ટિ કરે છે કે, અમારા રાજકીય મતભેદો અમને સંસદ સદસ્યો તરીકે વિભિન્ન સંસદીય સંસ્થાનોમાં સંપૂર્ણપણે ભાગ લેતા ન અટકાવી શકે.'
ઉલ્લેખનીય છે કે, શશી થરૂર લાંબા સમયથી સંસદ ટીવીના શો 'ટુ ધ પોઈન્ટ'ને હોસ્ટ કરી રહ્યા છે.
બિહાર ની સંસદ માં હોબાળો, ઓવૈસીના ધારાસભ્યોએ ઘરાર રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીગીત ગાવાનો ઇનકાર કર્યો.