ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ડિસેમ્બર 2021
બુધવાર
થરૂરે પોતાના ટિ્વટર હેન્ડલ ઉપર મૂકેલી તસ્વરમાં જે છ મહિલા સાંસદો જાેઇ શકાતી હતી તેમાં સુપ્રિયા શુલે, પ્રિનિત કૌર, થામીજાચી થંગાપાંડિયન, મિમિ ચક્રવર્તી, નુસરત જહાં રૂહી અને જ્યોતિમણીનો સમાવેશ થતો હતો.સંસદમાં મહિલાઓને એક પદાર્થ કે વસ્તુ તરીકે દર્શાવવાનું બંધ કરો. સુપ્રીમ કોર્ટના ખ્યાતનામ એડવોકેટ કરૂણા નંદીએ વળી એવું ટિ્વટ કર્યું હતું કે શશી થરૂર જેવી વ્યક્તિ ચૂંટાયેલા નેતાઓને તેઓના દેખાવ પૂરતા સિમિત કરી દઇ પોતાના ઉપર કોમેન્ટ કરવાની યુક્તિ કરી રહ્યા છે જે ખરેખર આશ્ચર્યજનક બાબત છે. નંદીની આ ટિ્વટનો જવાબ આપતા બેડમિન્ટનની ખેલાડી અને અર્જુન એવોર્ડે વિજેતા જ્વાલા ગટ્ટાએ કહ્યું હતું કે ના, કરૂણા ખરેખર તેમ નથી. મારૂં માનવું છે કે આપણે આ તસ્વીરને હળવાશમાં લેવી જાેઇએ અને પ્રત્યેક વસ્તુને ઉંધા ચશ્માથી જાેવી જાેઇએ નહીં. ખરેખર તો આ તસ્વીર સંસદમાં રહેલી તમામ મહિલા સાંસદો માટે એક શુભેચ્છા સ્વરૂપ છે. જાે કે આ મારો અંગત અભિપ્રાય છે. તેમણે જેવી આ તસ્વીર પોતાના ટિ્વટર હેન્ડલ ઉપર મૂકી કે તરત જ તેમના ફોલોર્સ તરફથી વિવિધ પ્રકારના રિસ્પોન્સ આવવાના શરૂ થઇ ગયા જેમાં મોટા ભાગના રિસ્પોન્સમાં તેમના ફોલોઅર્સે તેમની ટીકા કરી હતી અને તેમને કામુક ગણાવવા સાથે તસ્વીરને વાંધાજનક ગણાવી હતી.
ક્રિપ્ટોકરન્સી આ સમયે ભારતમાં અધિકૃત કરન્સી બની શકે છે, જાણો વિગત
રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન રેખા શર્માએ ટિ્વટ કર્યું હતું કે તમે મહિલા સાંસદોને આકર્ષણની વસ્તુ દર્શવીને સંસદમાં તેમણે આપેલા યોગદાનને નિરર્થક ગણાવી રહ્યા છો.કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશી થરૂરે છ મહિલા સાસદો સાથેની પોતાની સેલ્ફી ટિ્વટર ઉપર પોસ્ટ કરીને તેની નીચે કેપ્શનમાં લખ્યું હતુૃં કે કોણ કહે છે કે કામકાજ માટે લોકસભા આકર્ષક સ્થળ નથી? જાે કે તેમની ટિ્વટર ઉપરની આ તસ્વીર અને તેમણે લખેલી કેપ્શનના કારણે વિવાદનો વંટોળ સર્જાયો હતો કેમ કે ઇન્ટરનેટ અને ટિ્વટરનો ઉપયોગ કરનારા તથા શરૂરને ફોલો કરનારા સંખ્યાબંધ લોકોએ તેમને કામુક ગણાવ્યા હતા. જાે કે બાદમાં થરૂરે તેમની તસ્વીર અને કેપ્શનના કારણે કોઇની લાગણી દુભાઇ હોય તો માફી પણ માંગી લીધી હતી અને કહ્યું હતું કે તમામ મહિલા સાંસદો ખુબ સારા મૂડમાં હતી અને તેઓની પહેલના કારણે જ આ સેલ્ફી લેવામાં આવી હતી, એટલું જ નહીં પરંતુ તે મહિલા સાંસદોએ જ મને તે તસ્વીર ટિ્વટર ઉપર પોસ્ટ કરવા જણાવ્યું હતું.