ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર, 2021
ગુરુવાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ પોતાની પાર્ટીનો રાષ્ટ્રીય સ્તરે વિસ્તાર કરવા માટે અન્ય પાર્ટીઓના નેતાઓને તોડવાનું કામ શરૂ કરી દીધું છે. આમાં તેમને સફળતા પણ મળી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. ગત મંગળવારે જ્યાં તેઓ કોંગ્રેસ નેતા કીર્તિ આઝાદ અને પૂર્વ કોંગ્રેસ સાંસદ અશોક તંવર ટીએમસીમાં સામેલ થઇ ગયા છે તો ગઈકાલે (બુધવારે) રાત્રે મેઘાલયના પૂર્વ સીએમ મુકુલ સંગમા સાથે કોંગ્રેસના 11 ધારાસભ્યો પણ ટીએમસીમાં સામેલ થઇ ગયા છે. આ બધા વચ્ચે મમતા દીદીએ એક મોટું નિવેદન આપી કોંગ્રેસને માટે મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં, મમતા સોનિયા ગાંધી સાથે મુલાકાત નહીં કરવા અંગે પૂછવામાં આવતા જે અંદાજમાં જવાબ આપ્યો તેનાથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે તે હવે તે કોંગ્રેસને સેજ પણ સ્પેસ આપવા માંગતા નથી.
પ્રાપ્ત જાણકારી મુજબ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જયારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે, આ વખતે મેં મુલાકાત માટે માત્ર વડાપ્રધાનનો જ સમય માંગ્યો હતો. તમામ નેતા પંજાબ ચૂંટણીમાં વ્યસ્ત છે. કામ પહેલા છે.. હું દર વખતે સોનિયા ગાંધીને કેમ મળુ, મારે દર વખતે સોનિયાને કેમ મળવુ જોઈએ? તે બંધારણીય રીતે અનિવાર્ય નથી.
અબ આયા ઊંટ પહાડ કે નીચે! પરમબીર સિંહ તપાસ માટે પહોંચ્યા મુંબઈ, ન્યાયતંત્રને લઈ કહી આ વાત
ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીના કોંગ્રેસ અધ્યક્ષ સાથે ગાઢ સંબંધો છે. પરંતુ, તાજેતરના ઘટનાક્રમ, જેમ કે મુખ્ય કોંગ્રેસી નેતાઓનું ટીએમસીમાં પલાયન, ગોવાની રાજનીતિમાં તેમનો પ્રવેશ અને મેઘાલયના નેતાઓને તોડવા સહિતના કારણોને લીધે બંનેના સંબંધો વચ્ચે તણાવ ઉભો થયો છે.