Shimla Masjid Case :હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ભારે હોબાળો મચ્યો છે. મસ્જિદના ગેરકાયદે બાંધકામને લઈને ઘણા દિવસોથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે લોકોનો ગુસ્સો વધુ ભડક્યો હતો. અહીં સેંકડો લોકોની ભીડ વિરોધ પ્રદર્શન કરી રહી છે અને મસ્જિદ તરફ આગળ વધી રહી છે. પ્રદર્શનકારીઓએ શિમલામાં સૌથી મોટો પોલીસ બેરિકેડ પણ તોડી નાખ્યો છે. જોકે ભીડને રોકવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.
#WATCH | Shimla Protests | Himachal Pradesh: Protestors try to remove the barricading at the Dhalli Tunnel East portal during their protest rally against the alleged illegal construction of a Mosque in the Sanjauli area pic.twitter.com/7T15L6ahtf
— ANI (@ANI) September 11, 2024
Shimla Masjid Case મસ્જિદના ગેરકાયદે બાંધકામ સામે વિરોધ
મીડિયા રિપોર્ટ મુજબ શિમલાના સંજૌલી વિસ્તારમાં એક મસ્જિદના કથિત ગેરકાયદે બાંધકામનો હિંદુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ રેલી દરમિયાન, વિરોધીઓએ બેરિકેડ્સ હટાવી દીધા અને ધલી ટનલના પૂર્વીય પોર્ટલમાં પ્રવેશ્યા. સેંકડો વિરોધીઓ એકઠા થયા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે નજીવી અથડામણ પણ થઈ હતી. જે બાદ પોલીસે દેખાવકારોને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.
हिंदू समाज के लोगों पर शिमला में पुलिस द्वारा लाठी चार्ज। सुक्खू सरकार के ताबूत में आखिरी कील ठोक दी है आज ये लाठियां चलाकर।।
हिंदू विरोधी सुक्खू सरकार शर्म करो#Shimla #Himachal pic.twitter.com/DUaP5xWzOd— Gems of Himachal (@GemsHimachal) September 11, 2024
Shimla Masjid Case પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો
પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો છે. વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પોલીસની કાર્યવાહી બાદ હિંદુ સંગઠનોએ રસ્તા પર જ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે અમે શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા. પોલીસે લોકો પર લાઠીનો ઉપયોગ કર્યો છે. અમે હિમાચલ પ્રદેશ સરકારને પૂછવા માંગીએ છીએ કે જ્યારે વિરોધ શાંતિપૂર્ણ હતો ત્યારે તેમણે અમારા પર લાઠીચાર્જ કેમ કર્યો. આ લાઠીચાર્જને કારણે અનેક લોકો ઘાયલ થયા છે.
Try everything to protect your illegal masjid @SukhuSukhvinder, but you cannot stop this protest. Hindus will not give up! Jai Shri Ram 🚩 #Shimla pic.twitter.com/ZvjJVybHlU
— Diksha Verma (@dikshaaverma) September 11, 2024
આ સમાચાર પણ વાંચો : Karnataka Ola fire : લ્યો બોલો, નવું સ્કૂટર ખોટવાઈ ગયુ, કંપનીએ ન સાંભળ્યું તો રોષે ભરાયેલા ગ્રાહકે શોરૂમમાં આગ લગાવી; થયું લાખોનું નુકસાન..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)