News Continuous Bureau | Mumbai
શિંદે સરકારના ધારાસભ્યોએ નાગપુરના વિધાન ભવન વિસ્તારમાં હંગામો કર્યો હતો. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ની પાર્ટીની ઓફિસ કબજે કરી લીધી હતી. ઘણા વર્ષોથી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરે અને શિવસેના નેતા આદિત્ય ઠાકરેની તસવીરો પણ ઉતારી લેવામાં આવી હતી.
દર વર્ષે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ને નાગપુર વિધાન ભવનની સામે ઓફીસ બેઠક આપવામાં આવે છે. તે ઓફીસ બેઠક આ વર્ષે શિંદે જૂથના ધારાસભ્યોએ કબજે કરી હતી. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પાર્ટીને માત્ર બે રૂમ આપવામાં આવ્યા હતા. તે પણ આજે સવારે શિંદે જૂથના ધારાસભ્યોએ જપ્ત કરી હતી.
આ સમાચાર પણ વાંચો: જાણવા જેવું / પીપીએફ એકાઉન્ટ હોલ્ડર તેના એકાઉન્ટને કેટલી વખત કરાવી શકે છે એક્સટેન્ડ? જાણો તેના નિયમ
વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવે, શિવસેના વિધાનમંડળના પ્રમુખ વ્હીપ સુનિલ પ્રભુ અને શિવસેનાના અન્ય ધારાસભ્યોએ આ દાદાગીરી સામે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મળ્યા હતા. તેમણે કહ્યું કે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પાર્ટીને બીજી સીટ આપવામાં આવી છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પાર્ટીને હવે પાર્ટી કાર્યાલય માટે બેરેક નંબર 5 પર બેઠક આપવામાં આવી છે.