ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
1 જુલાઈ 2020
મહાવિકાસ આઘાડી સરકારે 26 જાન્યુઆરીએ શરૂ કરેલ ફ્લેગશિપ ઇકોનોમી ભોજનનો કાર્યક્રમ ‘શિવ ભોજન થાળી’ તાજેતરમાં એક કરોડના આંકને વટાવી ગયો છે. સરકાર દ્વારા માર્ચ મહિનામાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારથી થાળી દીઠ રૂ. 5 ના નજીવા ભાવે આપવામાં આવી રહી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણયની પ્રશંસા કરતા કહ્યું કે, "26 જાન્યુઆરીથી 30 જૂન સુધીમાં રાજ્યના તાલુકા કક્ષા સુધીના કુલ 848 કેન્દ્રો દ્વારા કુલ એક કરોડ શિવ ભોજન થાળીનું વિતરણ કરવામાં આવ્યું છે."
શિવ ભોજન થાળીનું વેચાણ અને લોકપ્રિયતા પહેલા જ દિવસથી વધી રહી છે. જાન્યુઆરી મહિનામાં લગભગ 79918 પ્લેટો વેચવામાં આવી હતી અને માર્ચમાં 578,031 પ્લેટો વેચાઇ હતી, જ્યારે જુલાઈમાં 2,991,755 પર પહોંચી ગયું, અને જે 1,00,00,870 ની સંખ્યા સાથે વધી જ રહયું છે.. આ થાળીમાં બે રોટલી, એક શાક, દાળ સાથે ભાતનો સમાવેશ થાય છે.
એફએન્ડસીએસ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા મુજબ “શિવ ભોજન થાળી, શહેરોમાં રૂ .50 અને ગ્રામીણ વિસ્તારોમાં રૂ .35 ની કિંમતે પડે છે, જેના માટે સરકાર કોન્ટ્રાક્ટરને 45 અને 30 રૂપિયા સબસિડી આપે છે." તેમણે ઉમેર્યું, કે “કોવિડ -19 રોગચાળોને ધ્યાનમાં રાખીને, બધા કેન્દ્રોને સ્વચ્છ, પરિસર અને આસપાસ સેનિટેશન જેવા બધા પ્રોટોકોલોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. સરકારી ભોજન યોજના કેન્દ્રો વધુ ગ્રાહકો સુધી પહોંચી શકાય તે માટે, લોકપ્રિય હોસ્પિટલો, સરકારી કચેરીઓ, બજારો, બસ સ્ટોપ અથવા રેલ્વે સ્ટેશનોની નજીક અને શહેરી, અર્ધ-શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમા ખોલવામાં આવ્યા છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com