291
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
મહારાષ્ટ્ર સરકારે 'બ્રેક ધ ચેઇન' અંતર્ગત નવો આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ મુજબ મહારાષ્ટ્ર સરકારે ગરીબ અને ગરીબ લોકોને 14 જૂન સુધી મફત ભોજનની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન છગન ભુજબળે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને મુખ્ય પ્રધાને માન્યતા આપી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ યોજના હેઠળ ૪૭ લાખ લોકોએ મફત ભોજન લીધું છે. મહારાષ્ટ્ર રાજ્યમાં શિવ ભોજનનાં કુલ ૯૫૦ કેન્દ્રો છે.
સરકારે આ નિર્ણય લીધો એને કારણે અનેક લોકો એવું વિચારી રહ્યા છે કે શું સરકાર lockdown વધારવાની વેતરણમાં છે? જેથી તેમણે આ નિર્ણય લીધો.
You Might Be Interested In